Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતીઓ ચેતી જજો, હોસ્પિટલો ફુલ કારખાનામાં થાય છે સારવાર, આ VIDEO જોઇ થથરી જશો

ગુજરાતમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે વિપરિત બની રહી છે. મોરબી (Morbi)  જિલ્લામાં કોરોનાના કહેર વચ્ચે હોસ્પિટલો દર્દીઓથી ઉભરાતી જોવા મળી રહી છે. રાજ્યનાં પાંચ મહાનગરોમાં સ્થિતી ખુબ જ વિપરિત છે. મોરબી (Morbi)  જિલ્લામાં કોરોનાના કહેર વચ્ચે હોસ્પિટલો દર્દીઓથી ઉભરાતી જોવા મળી રહી છે. મોરબી (Morbi)  જિલ્લામાં 1 એપ્રીલે સરકારે ચોપડે કોરોના પોઝિટિવ દર્દીનાં 26 કેસ જ નોંધાયા હતા. એક દર્દીનું મોત નિપજવાની ઘટના સામે આવી છે. તેવામાં મોરબી (Morbi) ના એક કારખાનામાં મેડિકલ સારવારનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી છે. 

ગુજરાતીઓ ચેતી જજો, હોસ્પિટલો ફુલ કારખાનામાં થાય છે સારવાર, આ VIDEO જોઇ થથરી જશો

મોરબી : ગુજરાતમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે વિપરિત બની રહી છે. મોરબી (Morbi)  જિલ્લામાં કોરોનાના કહેર વચ્ચે હોસ્પિટલો દર્દીઓથી ઉભરાતી જોવા મળી રહી છે. રાજ્યનાં પાંચ મહાનગરોમાં સ્થિતી ખુબ જ વિપરિત છે. મોરબી (Morbi)  જિલ્લામાં કોરોનાના કહેર વચ્ચે હોસ્પિટલો દર્દીઓથી ઉભરાતી જોવા મળી રહી છે. મોરબી (Morbi)  જિલ્લામાં 1 એપ્રીલે સરકારે ચોપડે કોરોના પોઝિટિવ દર્દીનાં 26 કેસ જ નોંધાયા હતા. એક દર્દીનું મોત નિપજવાની ઘટના સામે આવી છે. તેવામાં મોરબી (Morbi) ના એક કારખાનામાં મેડિકલ સારવારનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી છે. 

fallbacks

BHAVNAGAR: ખેડૂતોની જણસ કરતા પાણી બોટલની કિંમત વધારે, રાતે પાણીએ રોવાનો વારો આવ્યો

મોરબી (Morbi) ના વિવિધ સિરામિકના કારખાનાની તપાસના અંતે આ વાયરલ વીડિયો કેપ્શન સિરામિક ફેક્ટરીના હોવાનું બહાર આવ્યું છે. આ દર્દીઓ કોરોનાના નહી પરંતુ તાવ, શરદી, ઉધરસના હોવાની સાથે હોસ્પિટલમાં જગ્યા નહી હોવાની સાથે બે દિવસ અગાઉ ફેક્ટરી ખાતે ડોક્ટરે વિઝીટ કરીને શ્રમીકોની સારવાર કરાઇ હોવાનું ફેક્ટરી માલિક અરૂણ પટેલે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. હાલમાં તમામ દર્દીઓની સ્થિતી સ્થિર હોવાની સાથે સાથે તેઓ હરી ફરી રહ્યા હોવાનું પણ માલિકે જણાવ્યું છે. 

એકના ડબલની લાલચમાં રાજકોટમાં રોકાણકારોના 50 કરોડ ધોવાયા, 1 લાખ રૂપિયે મળતું હતું આટલું વ્યાજ

આ વાયરલ વીડિયોમાં કારખાનાની અંદર અનેક દર્દીઓ ખુલ્લામાં બાટલા ચડી રહ્યા છે. વીડિયો મોરબી (Morbi) નો કેપ્શન સિરામિક કારખાનાનો હોવાનું સામે આવ્યું છે. જેમાં બે દિવસ અગાઉ ફેક્ટરી ખાતે ડોક્ટર વિઝીટ કરીને શ્રમિકોની સારવાર કરી હતી. મોરબી (Morbi)  જિલ્લામાં અત્યાર સુધીમાં 3645 કોરોના પોઝિટિવ કેસમાં 3250 સાજા થઇ ચુક્યા છે. 219 લોકોનાં મોત અને 176 એક્ટિવ કેસ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More