અતુલ તિવારી/અમદાવાદ: GTU એ રેમીડિયલ તેમજ સ્પેશિયલ ટર્મ એક્સ્ટેન્શન અંતર્ગત આવતા વિદ્યાર્થીઓને મેરીટ બેઝ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો છે. યુજી અથવા ડિપ્લોમાના રેગ્યુલર કોર્ષમાં અભ્યાસ કરતા રેમીડિયલ તેમજ સ્પેશિયલ ટર્મ એક્સ્ટેન્શન અંતર્ગત પરીક્ષા ફોર્મ ભર્યા હોય તેવા વિદ્યાર્થીઓને મેરીટ બેઝ પ્રમોશન આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. મેરીટ બેઝ પ્રમોશનથી ખુશ ના હોય તેવા વિદ્યાર્થીઓ ઈચ્છે તો પરીક્ષા આપવા માટેનો વિકલ્પ પણ ખુલ્લો રાખવામાં આવ્યો છે.
વડોદરાનાં વુહાન બનેલા પાદરાની કલેક્ટરે લીધી મુલાકાત, પાલિકા કર્મચારીઓની ઝાટકણી કાઢી
રેમીડિયલ એટલે કે અંતિમ વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી કે જેની એક કે બે વિષયની પરીક્ષા બાકી હોય અથવા નાપાસ થયો હોય, તેવા વિદ્યાર્થીઓને GTU મેરીટ બેઝ પ્રમોશન આપવામાં આવશે. સ્પેશિયલ ટર્મ એક્સ્ટેન્શન એટલે યુજીનો કોર્ષ કરતા વિદ્યાર્થી એ 4 વર્ષના કોર્ષ પૂર્ણ કરવાનો રહે છે પરંતુ તે પૂર્ણ ના કરી શકે તો તેને વધુ બે વર્ષનો સમય આપવામાં આવશે. તેવી જ રીતે ડિપ્લોમાનો કોર્ષ 3 વર્ષમાં પૂર્ણ થાય છે પરંતુ કોઈ વિદ્યાર્થી ના કરી શકે તો તેને વધુ બે વર્ષ કોર્ષ પૂર્ણ કરવા માટે આપવામાં આવે છે, બંને કિસ્સામાં GTU એ વિદ્યાર્થીઓને વધારાનો એક વર્ષનો સમય પણ આપ્યો છે.
જામનગર હાઇવે પર ટ્રકને અટકાવીને ચેકિંગ કરતા અંદરથી મળ્યો લાખો રૂપિયાનો દારૂ
ડિપ્લોમા અને યુજીના સ્પેશિયલ ટર્મ એક્સ્ટેન્શન અંતર્ગત ફોર્મ ભર્યું હોય તેવા બંને કોર્ષનાં વિદ્યાર્થીઓને GTU મેરીટ બેઝ પ્રમોશન આપવામાં આવશે. NSUI દ્વારા છેલ્લા કેટલાક સમયથી સતત આ પ્રકારે મેરીટ બેઝ પ્રમોશન આપવા માટે રજુઆત કરવામાં આવી હતી. બીજી તરફ વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા માસ પ્રમોશનની માંગ કરવામાં આવી રહી હતી. જેના પગલે હાલ જીટીયુ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે