Home> Gujarat
Advertisement
Prev
Next

આ લોકોને સુરતમાં આજીવન મફત મુસાફરી, ST, BRTS અને કોર્પોરેશનની બસમાં ફ્રી મુસાફરી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે, જીએસઆરટીસીની 21 કેટેગરીના દિવ્યાંગ મુસાફરોને 40 ટકાથી વધુ દિવ્યાંગના ધરાવતા હોય તેવા મુસાફરોને 100 ટકા રાહત આપી છે. જેને લઈ સુરત મહાનગર પાલિકાની જાહેર પરિવહન કમિટીએ પણ 40 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવનારાઓ માટે રાજ્ય સરકારના નિર્ણયની જેમ 100 ટકા રાહતની જાહેરાત કરી છે.

આ લોકોને સુરતમાં આજીવન મફત મુસાફરી, ST, BRTS અને કોર્પોરેશનની બસમાં ફ્રી મુસાફરી

ચેતન પટેલ/સુરત : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે, જીએસઆરટીસીની 21 કેટેગરીના દિવ્યાંગ મુસાફરોને 40 ટકાથી વધુ દિવ્યાંગના ધરાવતા હોય તેવા મુસાફરોને 100 ટકા રાહત આપી છે. જેને લઈ સુરત મહાનગર પાલિકાની જાહેર પરિવહન કમિટીએ પણ 40 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવનારાઓ માટે રાજ્ય સરકારના નિર્ણયની જેમ 100 ટકા રાહતની જાહેરાત કરી છે.

fallbacks

INDIAN ARMY માં ભરતીનું મોટુ કૌભાંડ? દેવભુમિ દ્વારકાના ભેજાબાજો આચરતા એવુ કૌભાંડ કે...

સુરત મહાનગર પાલિકાની જાહેર પરિવહન કમિટી દ્વારા જણાવાયુ હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે, જી.એસ.આર.ટી.સી. વિભાગ દ્વારા 40 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા મુસાફરો માટે 100 ટકા રાહત આપવામાં આવી છે. જેથી સુરત મહાનગર પાલિકાની બીઆરટીએસ અને સીટી બસ સેવાઓમાં પણ 40 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવનાર મુસાફરોને 100 ટકા માફી આપવામાં આવી છે.

તરછોડેલો સ્મિત સચિન દિક્ષીતનો જ પુત્ર છે, DNA થયા મેચ

આ કામને સુરત મહાનગર પાલિકાના મેયર હેમાલીબેન બોઘાવાલા, સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલ અને મનપા કમિશનર બંછાનિધી પાનીએ પણ મંજુરી આપી હોવાનું જણાવ્યુ હતું. સુરતમાં રહેતા અને બીઆરટીએસ તથા સીટી બસમાં મુસાફરી કરતા 40 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા મુસાફરો 40 ટકા ડિસ્કાઉન્ટનો લાભ મેળવી રહ્યા હોય તેઓને હવે 100 ટકા માફીનો લાભ મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More