Home> Gujarat
Advertisement
Prev
Next

છેલ્લી ઘડીએ કુંભ જવાની ઈચ્છા રાખનાર ગુજરાતીઓ માટે ખરાબ સમાચાર, પશ્ચિમ રેલવેએ આ ટ્રેન કરી રદ્દ

પશ્ચિમ રેલવે દ્વારા આગામી 27 ફેબ્રુઆરી સુધી જુદી-જુદી ટ્રેન રદ્દ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેએ જે ટ્રેનો રદ્દ કરવાનો નિર્ણય લીધો છે તેનો રૂટમાં પ્રયાગરાજ પણ સામેલ છે. એટલે કે મહાકુંભમાં ભીડને જોતા રેલવેએ આ નિર્ણય લીધો હોય તેમ લાગી રહ્યું છે. 
 

છેલ્લી ઘડીએ કુંભ જવાની ઈચ્છા રાખનાર ગુજરાતીઓ માટે ખરાબ સમાચાર, પશ્ચિમ રેલવેએ આ ટ્રેન કરી રદ્દ

અમદાવાદઃ પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે. હવે મહાકુંભ પૂર્ણ થવામાં માત્ર 5 દિવસ બાકી છે. શિવરાત્રિના દિવસે શાહી સ્નાન બાદ મહાકુંભ મેળાની પૂર્ણાવતિ થશે. અત્યાર સુધી અનેક ગુજરાતીઓ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી ચૂક્યાં છે. પરંતુ છેલ્લી ઘડીએ કુંભ જવા ઈચ્છતા લોકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. પશ્ચિમ રેલવેએ ઘણી ટ્રેન રદ્દ કરી છે, જે ટ્રેનનો રૂટ પ્રયાગરાજ તરફનો હતો. પશ્ચિમ રેલવેએ 27 ફેબ્રુઆરી સુધી રદ્દ થનારી ટ્રેનની યાદી પણ આપી છે. 

fallbacks

આ ટ્રેન સેવા રદ 
1.    22 થી 26 ફેબ્રુઆરી 2025 સુધી અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 19483 અમદાવાદ-બરૌની એક્સપ્રેસ રદ રહેશે.
2.    24 થી 28 ફેબ્રુઆરી 2025 સુધી બરૌનીથી ચાલતી ટ્રેન નંબર 19484 બરૌની-અમદાવાદ એક્સપ્રેસ રદ રહેશે.
3.    25 ફેબ્રુઆરી 2025 ના રોજ અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ રદ રહેશે.
4.    26 ફેબ્રુઆરી 2025ના રોજ ગોરખપુરથી ચાલતી ટ્રેન નંબર 19490 ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ રદ રહેશે. 
5.    26 ફેબ્રુઆરી 2025 ના રોજ અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 12947 અમદાવાદ-પટના એક્સપ્રેસ રદ રહેશે. 
6.    28 ફેબ્રુઆરી 2025 ના રોજ પટનાથી ચાલતી ટ્રેન નંબર 12948 પટના-અમદાવાદ એક્સપ્રેસ રદ રહેશે. 
7.    25 ફેબ્રુઆરી 2025 ના રોજ એકતા નગરથી ચાલતી ટ્રેન નંબર 20903 એકતા નગર-વારાણસી એક્સપ્રેસ રદ રહેશે. 
8.    27 ફેબ્રુઆરી 2025 ના રોજ વારાણસી થી ચાલતી ટ્રેન નંબર 20904 વારાણસી-એકતા નગર એક્સપ્રેસ રદ રહેશે. 
9.    25 ફેબ્રુઆરી 2025 ના રોજ ભાવનગરથી ચાલતી ટ્રેન નંબર 12941 ભાવનગર-આસનસોલ એક્સપ્રેસ રદ રહેશે. 
10.    27 ફેબ્રુઆરી 2025 ના રોજ આસનસોલથી ચાલતી ટ્રેન નંબર 12942 આસનસોલ-ભાવનગર એક્સપ્રેસ રદ રહેશે.

આ પણ વાંચોઃ મહિલાઓના અભદ્ર વીડિયો વાયરલ કરનાર આરોપીઓના 1 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર

પશ્ચિમ રેલવે દ્વારા ઉપર મુજબની ટ્રેન રદ્દ કરવામાં આવી છે. રેલવેએ જે ટ્રેન રદ્દ કરી છે તેમાંથી મોટા ભાગની ટ્રેનના રૂટમાં પ્રયાગરાજ આવે છે. એટલે કે મહાકુંભમાં છેલ્લા દિવસોમાં ભારે ભીડ ન થાય તે માટે રેલવેએ આ ટ્રેન રદ્દ કરવાનો નિર્ણય લીધો હોય તેમ માનવામાં આવી રહ્યું છે. 

ડાયવર્ટ કરાયેલી ટ્રેન
26 ફેબ્રુઆરી 2025 ના રોજ, દરભંગાથી ચાલતી ટ્રેન નંબર 15559 તેના નિર્ધારિત માર્ગ વારાણસી-પ્રયાગરાજ-માણિકપુર-બીનાને બદલે ડાયવર્ટ માર્ગ વાયા વારાણસી-લખનૌ-કાનપુર સેન્ટ્રલ-વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી-બીના ના માર્ગે ચાલશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More