Home> Gujarat
Advertisement
Prev
Next

મજબૂરી માણસને શું ના કરાવે! લોનના હપ્તા ભરવા બે યુવકો કરતા આ કામ, અડધી રાત્રે...

સરખેજ પોલીસની પૂછપરછમાં આ બંને રીઢા ચોરે કબૂલાત કરી છે કે આરોપી અનિલ વાઘેલા અને સુરેશ મકવાણા મૂળ ધોળકાના રહેવાસી છે અને બન્ને મિત્રો છે. આરોપી સુરેશ અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલો છે અને ચોરીના ગુનાનો રીઢો ગુનેગાર છે.

મજબૂરી માણસને શું ના કરાવે! લોનના હપ્તા ભરવા બે યુવકો કરતા આ કામ, અડધી રાત્રે...

ઉદય રંજન/અમદાવાદ: ધંધા માટે લીધેલ કારની લોનના હપ્તા ભરવા રીઢા ચોરે લાખોની ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો. પોલીસે ગણતરીના દિવસોમાં આ 6 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

fallbacks

અંબાલાલની આવી તારીખો સાથેની નવી આગાહી! ગુજરાતમા મેઘો વંટોળ સાથે ધમાકેદાર બેટિંગ કરશે

સરખેજ પોલીસ કસ્ટડીમાં ઉભેલા રીઢા ચોર જેનું નામ છે અનિલ ઉર્ફે બાલો વાઘેલા અને સુરેશ ઉર્ફે સુકો મકવાણા છે. આ આરોપીઓએ એક અઠવાડિયા પહેલાં બોપલ આંબલી રોડ પર નિવૃત્ત વૃદ્ધ દંપતીના બંધ બંગલામાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ સહિત 6 લાખની ચોરી કરી હતી, જે મામલે સરખેજ પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. 

જામસાહેબ પર આ શું બોલી ગયા પી.ટી.જાડેજા? રૂપાલા સામે અપનાવી નવી રણનીતિ

આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આરોપી ચોરીના મુદ્દામાલ સાથે જમાલપુર નજીક પસાર થઈ રહ્યા છે અને ચોરી કરેલ મુદામાલ વેચવા માટે જઈ રહયા છે જે માહિતીના આધારે પોલીસે બે આરોપી અનિલ ઉર્ફે બાલો વાઘેલા અને સુરેશ ઉર્ફે સુકો મકવાણાને ઝડપીને ચોરીનો સોના ચાંદીના દાગીના રોકડ સહિત 6 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. 

12 ફેલ યુવકે કર્યું કરોડોનું કૌભાંડ, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના નામે કરોડોનું કર્ય

સરખેજ પોલીસની પૂછપરછમાં આ બંને રીઢા ચોરે કબૂલાત કરી છે કે આરોપી અનિલ વાઘેલા અને સુરેશ મકવાણા મૂળ ધોળકાના રહેવાસી છે અને બન્ને મિત્રો છે. આરોપી સુરેશ અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલો છે અને ચોરીના ગુનાનો રીઢો ગુનેગાર છે. બંને ચોરને રૂપિયાની જરૂર હતી. તેમજ તેના મિત્ર અનિલ વાઘેલાએ નવી ઇકો કાર ધંધો કરવા માટે લોન પર લીધી હતી અને લોનના હપ્તા ભરવા માટે તેને પૈસાની જરૂર હતી. જેથી બંન્નેએ અમદાવાદ ચોરી કરવાનું કાવતરું રચ્યું હતું.

ગીરના સિંહોના વ્હારે આવ્યું રિલાયન્સ! ગુજરાત સરકાર સાથે મળીને કર્યું આ સાહસપૂર્ણ કામ

ત્રીજી એપ્રિલના રોજ બપોરના સમયે બંને આરોપી ઇકો કાર લઈ ને ચોરી કરવા માટે અમદાવાદના બોપલ વિસ્તારમાં આવ્યા હતા. બોપલ બ્રિજ નીચે ગાડી પાર્ક કરી ને બન્ને આરોપી બ્રિજ નજીક રેકી કરી હતી જે બાદ એક રાત્રે ઇકો ગાડીમા સૂઈ ગયા હતા અને બાદમાં મોડી રાત્રે બોપલ આંબલી રોડ પાસે એક બંગલા ટાર્ગેટ કર્યો હતો. જેમાં લોખંડ ખાતરીયા સાથે બંગલા પ્રવેશ કર્યો મુખ્ય દરવાજા લોક તોડીને સોના ચાંદી દાગીના અને રોકડની ચોરી કરી ઇકો કારમાં ફરાર થઇ ગયા હતા. એક અઠવાડિયા બાદ ચોરીનો મુદ્દામાલ વેચવા અમદાવાદ આવતા જ પોલીસના હાથે પકડાઈ ગયા છે. 

ક્રાઈમ કેપિટલ બની રહ્યું છે ગુજરાતનું આ શહેર, તલવારથી યુવકનો હાથ કાપી ગળુ કાપ્યું

પકડાયેલ આરોપી સુરેશ ઉર્ફે સુકો મકવાણા વિરુદ્ધ અમદાવાદ ભાવનગર વડોદરા અને બોટાદમાં ચોરીના 5 ગુના નોંધાયા છે. જ્યારે આરોપી અનિલ વિરુદ્ધ ભાવનગરમાં પ્રોહિબિશન ગુનો નોંધાયો છે. બન્ને આરોપી અત્યાર સુધી કેટલી ઘરફોડ ચોરીમાં ગુનાને અંજામ આપ્યો છે જે દિશામાં સરખેજ પોલીસે તપાસ શરૂ કરી છે.

જીત માટે હવે ભૂવાજીના શરણે ગેનીબેન! કહ્યું; 'ઘરના ભૂવા હોય તો નારિયેળ ઘર સામે નાંખે'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More