Home> Gujarat
Advertisement
Prev
Next

ગીરસોમનાથ : લોકોને પજવતો ત્રીજો દીપડો પકડાયો, પાંજરાને બદલે વન કર્મીના ઘરે પહોંચ્યો દીપડો

ગીર-સોમનાથના લોકોને હવે ધીરે ધીરે દીપડાના આતંક (Leopard Attack)માંથી મુક્તિ મળી રહી છે. ત્યારે ગીર સોમનાથના ઉના નજીક સીમાસી ગામની સીમમાંથી વધુ એક દીપડો પાંજરે પુરાયો છે. વનવિભાગે (Forest Department) દીપડાને જામવાળા એનિમલ કેર સેન્ટરમાં ખસેડ્યો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ દિવસમાં જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી ત્રણ જેટલા દીપડા પાંજરે પૂરાયા છે. જેને પગલે લોકો અને સ્થાનિક તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. બગસરા પંથકમાં 7 વર્ષના માનવભક્ષી દીપડાને ઠાર મરાયો હતો. આ દીપડાનું પીએમ જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે પીએમ કરી અગ્નિદાહ દેવામાં આવ્યો હતો.

ગીરસોમનાથ : લોકોને પજવતો ત્રીજો દીપડો પકડાયો, પાંજરાને બદલે વન કર્મીના ઘરે પહોંચ્યો દીપડો

રજની કોટેચા/સોમનાથ :ગીર-સોમનાથના લોકોને હવે ધીરે ધીરે દીપડાના આતંક (Leopard Attack)માંથી મુક્તિ મળી રહી છે. ત્યારે ગીર સોમનાથના ઉના નજીક સીમાસી ગામની સીમમાંથી વધુ એક દીપડો પાંજરે પુરાયો છે. વનવિભાગે (Forest Department) દીપડાને જામવાળા એનિમલ કેર સેન્ટરમાં ખસેડ્યો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ દિવસમાં જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી ત્રણ જેટલા દીપડા પાંજરે પૂરાયા છે. જેને પગલે લોકો અને સ્થાનિક તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. બગસરા પંથકમાં 7 વર્ષના માનવભક્ષી દીપડાને ઠાર મરાયો હતો. આ દીપડાનું પીએમ જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે પીએમ કરી અગ્નિદાહ દેવામાં આવ્યો હતો.

fallbacks

Video : હાથમાં દારૂની બોટલ પકડીને આ ભાજપા નેતાએ ઉડાવી પીએમ મોદીની મજાક

પાંજરાને બદલે વન કર્મીના ઘરે પહોંચ્યો દીપડો 
ગીર-સોમનાથમાં દીપડાને પકડવા માટે વનવિભાગની ટીમ છેલ્લાં સાત દિવસથી કામે લાગેલી છે. તેના માટે વિવિધ લોકેશન પર 30 થી વધુ પાંજરા લગાવાયા છે. ત્યારે ઉનાના વિદ્યાનગરમાં વનકર્મીના ઘરમાં જ દીપડો ઘૂસી ગયો હતો. ગઈકાલે રાત્રે 3 વાગ્યા આસપાસ 108ની ટીમે દીપડાને ઘરમાં ઘૂસતા જોયો હતો. ઉનાના પોશ વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી સ્થાનિકોમાં દહેશત ફેલાઈ હતી. ત્યારે તાત્કાલિક 108 દ્વારા પોલીસ બોલાવાઈ હતી. જોકે દીપડો લોકોને જોઈને ભાગી છૂટ્યો હતો. 

Success Story : એક કાંકરે બે પક્ષી મારવાની ટ્રીક અપનાવીને ગુજરાતના આ ખેડૂત બની ગયા માલામાલ

ગીર સોમનાથમાં ઠેકઠેકાણે દીપડાના આંટાફેરા વધી ગયા છે. ઉનાના રામ નગર ખારા વિસ્તારોમાં દીપડા-દીપડીના આંટા ફેરા જોવા મળ્યા હતા. રામનગર ખારા વિસ્તારોના રહીશોને વહેલી સવારે દીપડો દેખાતા તેઓમાં દહેશત ફેલાઈ છે. બે દીવસ પહેલાં દીપડા-દીપડીએ ડુક્કરનો શિકાર કર્યો હતો. ત્યારે હવે શહેર તરફ પણ દીપડાઓના આંટાફેરા વધી ગયા છે. 

બે દિવસ પહેલા અમરેલીનાં વન વિભાગ દ્વારા માનવભક્ષી દીપડાને ઠાર મારવામાં આવ્યો હતો. શૂટર્સ દ્વારા દીપડાને ઠાર મારવામાં આવ્યા છે. અમરેલીનાં વિસાવદર પાસે માનવભક્ષી બની ગયેલા દીપડાને વન વિભાગ દ્વારા ઠાર મારવામાં આવ્યો છે. વન વિભાગ દ્વારા અનેક ધમપછાડાઓ બાદ આખરે દીપડા અંગે પાકી માહિતી મળ્યા બાદ વન વિભાગે શુટર્સને સાથે રાખીને કાર્યવાહી હાથ ધરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More