Home> Gujarat
Advertisement
Prev
Next

સુંદર દેખાતી આ યુવતીએ પોતાની બહેનપણીના ઘરે જઇને એવું કરી નાખ્યું કે એને મોજ પડી ગઇ

દીકરીની જ સહેલીના ઘરે ચોરી કરનાર માતા, દીકરી, દીકરો અને મિત્રો ઝડપાયા હતા. વડોદરા પોલીસે જે ચોરીના ગુનામાં આરોપીઓની ધરપકડ કરી તેમાં નવા ખુલાસા થયા છે. એક જ પરિવારના સભ્યોએ આયોજનપૂર્વક ચોરી કરી હોવાનો બનાવ સામે આવતા આ કેસમાં હવે બે ગુના નોંધાયા છે. જે કેસમાં પોલીસે આરોપીના અમદાવાદ ખાતેના મકાને સર્ચ કરતા 2 મહિલા સહિત 4ની ધરપકડ કરી છે. ત્યારે તપાસમાં ચાંદખેડાના આરોપીના ઘરમાંથી એરગન અને પોલીસ  ડ્રેસ પણ મળી આવ્યો હતો.

સુંદર દેખાતી આ યુવતીએ પોતાની બહેનપણીના ઘરે જઇને એવું કરી નાખ્યું કે એને મોજ પડી ગઇ

ઉદય રંજન/અમદાવાદ : દીકરીની જ સહેલીના ઘરે ચોરી કરનાર માતા, દીકરી, દીકરો અને મિત્રો ઝડપાયા હતા. વડોદરા પોલીસે જે ચોરીના ગુનામાં આરોપીઓની ધરપકડ કરી તેમાં નવા ખુલાસા થયા છે. એક જ પરિવારના સભ્યોએ આયોજનપૂર્વક ચોરી કરી હોવાનો બનાવ સામે આવતા આ કેસમાં હવે બે ગુના નોંધાયા છે. જે કેસમાં પોલીસે આરોપીના અમદાવાદ ખાતેના મકાને સર્ચ કરતા 2 મહિલા સહિત 4ની ધરપકડ કરી છે. ત્યારે તપાસમાં ચાંદખેડાના આરોપીના ઘરમાંથી એરગન અને પોલીસ  ડ્રેસ પણ મળી આવ્યો હતો.

fallbacks

યુક્રેન પર સંકટ વધતા પોલેન્ડ બોર્ડર પર ભયાનક ભીડ, પોલેન્ડ પહોંચેલા વિદ્યાર્થીઓને કહેવાયું, હવે રોમાનીયા જાઓ...

વડોદરામાં વાઘોડિયા તાલુકાના આમોદર ગામમાં રહેતા અને પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના ઘરમાં 25 લાખની ચોરી થઈ હતી. જે કેસમાં તપાસ કરતા વિદ્યાર્થિનીની જ સહેલીની માતા, ભાઈ અને માતાના મિત્રએ આયોજનપૂર્વક 25 લાખની કિંમતનો મુદ્દામાલ ચોરી કરી ગયા હોવાનું સામે આવ્યું છે. વડોદરા પોલીસે 2 મહિલા સહિત 4 આરોપીઓને 24.86 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે. જે આરોપીઓના અમદાવાદના ચાંદખેડા ખાતેના ઘરે તપાસ કરાતા એરગન સહિત પોલીસનો ડ્રેસ પણ મળી આવ્યો હતો. જેને લઈને ચાંદખેડામાં અલગથી ગુનો નોધાયો છે. મહિલા આરોપી પોલીસના નામે પરિચય કેળવીને ચોરી કરતાં હોવાનું સામે આવ્યું છે.

યુક્રેનથી વતન વાપસી, ગાડીમાંથી ઉતરીને વિદ્યાર્થીઓ માતાપિતાને ભેટી રડી પડ્યા

ફરિયાદી યુવતી મૂળ છોટાઉદેપુરના ઢોકલીયા ગામની વતની છે. વાઘોડિયાના આમોદર ગામ પાસેની શ્યામલ કાઉન્ટી સોસાયટીમાં રહેતી પ્રેરણાબેન શાહ પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. આ તમામ આરોપીઓ પ્રેરણા શાહની સહેલીના પરિવારજનો છે. પ્રેરણા શાહ સહેલી ધૃવીશા પટેલ સાથે રહે છે. ધૃવીશા પટેલ વતનમાં ગઇ તેજ દિવસે પ્રેરણા પણ તેની સહેલી યુક્તા ગઢવીના ઘરે અમદાવાદ ગઈ હતી. અમદાવાદ ગયા બાદ સહેલી યુક્તાની માતા નીલમ ગઢવીએ પોતાની દીકરી યુક્તા, પુત્ર સિદ્ધાર્થને ફરવા માટે મોકલી દીધા હતા. દીકરીની સહેલીના ઘરે ચોરી કરવા નીલમબેન ગઢવી અને તેના મિત્ર શૈલેષભાઈ કેશાભાઈ પટેલ આમોદર પ્રેરણાના ઘરે આવી પહોંચ્યા હતા. સોસાયટીમાં કોઈ જોવે નહીં તે રીતે સિફતપૂર્વક પ્રેરણાના ઘરમાં 25 લાખની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. 

ગોધરાકાંડના 20 વર્ષ, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાઈક રેલીથી કારસેવકોને શ્રદ્ધાંજલિ અપાઈ

આરોપીના પરિવારે ચોરી કર્યા બાદ એક એવી ભૂલ કરી કે જેનાથી તમામ લોકો ગિરફતમાં આવી ગયા હતા. પ્રેરણાને તેની મિત્રએ ફોન કરીને જણાવ્યું કે, આરોપી યુક્તાના મોબાઇલ ફોનના સ્ટેટસમાં સેમસંગ કંપનીનો ફોલ્ડ થ્રી મોબાઇલ ન્યુ એડેડ એમ લખીને મૂક્યો છે. આ સમાચાર મળતાં તપાસ કરી ખાતરી કરતા આ મોબાઈલ આરોપી માતાનો હોવાનું જણાઈ આવ્યું હતું. સાથે એવી પણ શંકા ગઈ કે ઘરમાં થયેલી ચોરી સહેલી યુક્તા તેની માતા નીલમબેન ગઢવી તેના ભાઈ સિધ્ધાર્થએ કરી છે. આથી પ્રેરણાએ પોતાની સહેલી યુક્તા ગઢવી તેની માતા, ભાઇ અને સહેલીની માતાના મિત્ર સામે ફરિયાદ નોંધાવતા હકીકતો સામે આવી અને આરોપીઓની ધરપકડ કરાઈ છે. વાઘોડિયા અને ચાંદખેડા પોલીસે યુક્તા ગઢવી, નિલમબેન ગઢવી, સિધ્ધાર્થ ગઢવીના ઘરે તપાસ દરમિયાન કબ્જે કરેલ પોલીસ ડ્રેસ બાબતે અનેક લોકોને ડરાવી પૈસા પડાવી કે લૂંટ કરી અથવા આવા જ પ્લાનિંગથી અનેક ચોરીઓ કરી હોવાની આશંકા વ્યક્ત કરાઇ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More