Home> Gujarat
Advertisement
Prev
Next

જો વીમા કંપની તમારો ક્લેમ પાસ ન કરતી હોય તો સાવધાન થઇ જજો, કરોડો રૂપિયાનો ચુનો લાગી શકે છે

લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસીનું રિફંડ આપવાના બહાને છેતરપિંડી કરતી ગેંગના મુખ્ય સાગરીતની અમદાવાદ સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. પકડાયેલ આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે અમદાવાદ, દિલ્હી, મુંબઇ સહિત અનેક શહેરોના લોકોને છેતરપીંડીનો ભોગ બનાવ્યા છે. અને હાલ 5 થી વધુ ગુનાનો ભેદ ઉકેલાયો. જે ગુનામા કુલ ₹ 1.72 કરોડની રકમની છેતરપિંડી આચરવામાં આવી હતી.

જો વીમા કંપની તમારો ક્લેમ પાસ ન કરતી હોય તો સાવધાન થઇ જજો, કરોડો રૂપિયાનો ચુનો લાગી શકે છે

મૌલિક ધામેચા/ અમદાવાદ : લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસીનું રિફંડ આપવાના બહાને છેતરપિંડી કરતી ગેંગના મુખ્ય સાગરીતની અમદાવાદ સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. પકડાયેલ આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે અમદાવાદ, દિલ્હી, મુંબઇ સહિત અનેક શહેરોના લોકોને છેતરપીંડીનો ભોગ બનાવ્યા છે. અને હાલ 5 થી વધુ ગુનાનો ભેદ ઉકેલાયો. જે ગુનામા કુલ ₹ 1.72 કરોડની રકમની છેતરપિંડી આચરવામાં આવી હતી.

fallbacks

CRPF દ્વારા સરહદમાં ઘૂસી આવેલા આવેલા પાકિસ્તાનના 34 જવાનને ઢાળી દેવાયા હતા

પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ છે આલોક ગોયલ છે. આરોપી આલોક  મૂળ ઉત્તર પ્રદેશના ગાજીયાબાદનો રહેવાસી છે પણ દિલ્હીમાં રહેતો અને અનેક લોકોને છેતરવાનું કામ કરતો. આરોપી એવા ગ્રાહકોનો ડેટા મેળવતો જે ગ્રાહકોને વિમા કંપની સાથે તકરાર ચાલતી હોય. ગ્રાહકોની માહિતી મેળવી વિમો ફરી શરૂ કરવા અથવા પોલીસી રિફંડ કરવાના બહાને અલગ અલગ ચાર્જ પેટે રૂપિયા પડાવતો હતો. જેમા અમદાવાદની મહિલા સાથે 45 બેંક અકાઉન્ટમા ₹91.76 લાખ પડાવી લીધા છે. આ છેતરપિંડી આચરવા માટે આરોપી GICB અને NPCI ના બનાવટી લેટર પેડનો પણ ઉપયોગ કરતા હોવાનુ સામે આવ્યુ છે. આરોપી આલોકની પોલીસે પૂછપરછ કરતા સામે આવ્યું કે, અમદાવાદ સાઇબર ક્રાઇમ ખાતે નોંધાયેલા 4 અને દિલ્હી, મુંબઈના મળી કુલ 5 થઈ વધુ ગુનાનો ભેદ ઉકેલાયો છે. સાથે જ છે ગુનાની રકમનો આંક ₹1.72 કરોડ થાય છે. 

GUJARAT CORONA UPDATE: રાજ્યમાં કોરોનાના કેસમાં 2 દિવસમાં તોતિંગ ઉછાળો

જેથી આરોપીની પૂછપરછમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોના ગુનાનો ભેદ ઉકેલાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ આરોપીના બેન્ક એકાઉન્ટ તથા અન્ય બનાવટી મેલ આઇડીની તપાસ કરતા અન્ય ભોગ બનનાર લોકો પણ સામે આવે તેવી શક્યતાઓ છે. જે અંગે સાયબર ક્રાઈમ તપાસ કરી રહી છે. આરોપી આલોક ગોયલ 45 કરતાં વધુ બેન્ક એકાઉન્ટ ધરાવે છે. અને એકાઉન્ટમાં છેતરપિંડી કરેલા ના જમા થાય છે. માટે સાઇબર ક્રાઇમ આ તમામ બેંક એકાઉન્ટની તપાસ કરી રહી છે.અને પોતાને ત્યાં રાખેલા નોકરી કરતા યુવક યુવતીઓની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More