અમદાવાદ : દિવાળીના પગલે બજારમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગત્ત વર્ષે પણ કોરોનાની ભીડના કારણે જ કોરોના બેકાબુ બન્યો હતો અને કોરોનાની સેકન્ડ વેવ જોવા મળ્યો હતો. તેવી જ ભીડ ફરી એકવાર લાલદરવાજામાં જોવા મળતા કોર્પોરેશન તંત્ર પણ ચિંતિત બન્યું છે. દિવાળીને હવે ચાર જ દિવસ બાકી છે અને છેલ્લો રવિવાર છે ત્યારે ખરીદી કરવા માટે બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. અમદાવાદના ભદ્ર પાસેનું પાથરણા બજાર ખરીદી માટે જાણીતું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે.
AMUL ની સફળતાથી સાબિત થાય છે કે, ગુજરાતીઓનાં DNA માં જ સહકાર છે: પરસોત્તમ રૂપાલા
દિવાળી અને નવા વર્ષબજારમાં અમદાવાદ અને અમદાવાદ આસપાસના લોકો ખરીદી માટે મોટા પ્રમાણમાં ઉમટી પડ્યા છે. અહીં તમામ ઘરવખરીની સામગ્રી એક જ સ્થળ પર મળી રહે છે આ ઉપરાંત પ્રમાણમાં સસ્તી પણ હોવાથી ગૃહિણીઓની પહેલી પસંદ લાલદરવાજા હોય છે. બજારમાં નાની મોટી તમામ વસ્તુઓની ખરીદી માટે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ મોટા પ્રમાણમાં ઉમટી પડે છે. આ ભીડ આજે કોઇ પણ પ્રકારનાં નિયમો વગર ખરીદી કરતી જોવા મળી હતી. લાલદરવાજાના વીજળી ઘરથી માણેકચોક સુધીનું પાથરણા બજાર ચિક્કાર જોવા મળ્યું હતું.
દુધ એટલે અમુલ એવી એક સમગ્ર દેશમાં છાપ છે, તે સહકારી ક્ષેત્રનું મજબુત ઉદાહરણ: મુખ્યમંત્રી
તહેવારો આવી રહ્યા હોવાથી ખરીદીની આડમાં લોકો તમામ નિયમો ભુલીને ફરી એકવાર ભદ્ર બજારમાં ઉમટી પડ્યા હતા. જે પૈકી મોટા ભાગનાં વેપારીઓથી માંડીને લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. માસ્ક પણ શરમે ધરમે દાઢીથી નીચે રાખેલો હોય તે પ્રકારે બિન્દાસ્ત લોકો ખરીદી કરી રહ્યા હતા. સરકાર પણ હાલ કેસ ઓછા આવી રહ્યા હોવાથી ગત્ત વર્ષની જેમ જ ઢીલી નીતિ રાખી રહી છે. પરંતુ આગામી સમયમાં આ જ નીતિ કદાચ સરકારને ભારે પડી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે