Surat Gold Ghari Price: આપણે એ કહેવત સાંભળી છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ...સુરત તેની ખાણીપીણી માટે સમગ્ર વિશ્વમાં જાણીતું છે. સુરતની અનેક એવી વસ્તુ છે જે જગપ્રસિદ્ધ છે તેમાંથી એક એટલે સુરતની ઘારી...ઘારી હવે તો સુરતીઓને જ નહીં પણ સમગ્ર દેશમાં પ્રિય બની છે, ત્યારે સુરતમાં એક એવી ઘારી આવી છે જેની કિંમત 1100 રૂપિયા છે. એક નંગની કિંમત 1100 રૂપિયા. માનવામાં ન આવે તેવી આ ઘારી સુરતમાં ફટાફટ વેચાવા પણ લાગી છે. જુઓ મોંઘીદાટ પણ દાઢે વળગે તેવી સુરતી ઘારીનો આ ખાસ અહેવાલ.
ખેડૂતો તૈયાર રહેજો! લાભ પાંચમથી સરકાર કરશે આ પાકોની ટેકાના ભાવે ખરીદી, બોનસ પણ આપશે!
તૈયારી ચાલુ રાખજો! ગુજરાતમાં પોલીસ વિભાગની ભરતી અંગે મોટા સમાચાર; 4 ફેઝમા કરાશે ભરતી
આ અનોખી ઘારી છે. તમે સુરતની ઘારી તો ખાધી જ હશે. કોઈ વ્યક્તિ એવો નહીં હોય કે જેને ઘારીનો સ્વાદ દાઢે વળગ્યો ન હોય. આ અલગ ઘારી છે. કારણ કે આનો ભાવ કિલોમાં નહીં પણ નંગ પર છે. હા, એક નંગનો ભાવ 1100 રૂપિયા છે. એટલે કે જો તમે 500 કિલો લેવાનું વિચારી રહ્યા હોય તો હાલ એ વિચાર માંડી વાળજો. સામાન્ય લોકોને મોંઘી લાગતી આ ગોલ્ડન ઘારી સુરતીઓ ચપાચપ આરોગવા પણ લાગ્યા છે. કોર્પોરેટ સેક્ટરમાંથી અનેક ઓર્ડરો મળવા પણ લાગ્યા છે. ખાસ એક, ત્રણ અને 6 નંગના પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. જેનું એડવાન્સ બુકિંગ પણ થવા લાગ્યું છે. લોકો પોતાના સગાવ્હાલા અને પરિજનોને આ ગોલ્ડન ઘારી ભેટમાં આપી રહ્યા છે..
ગુજરાતમાં અહીં રેલ રોકો આંદોલન! રેલવે વિભાગના આ નિર્ણયને લઈ ગામે ગામ રોષ ફેલાયો
આટલી મોંઘી ઘારી હોવાનું કારણ તેનો સરસામાન છે. આ ઘારીમાં ખાસ કશ્મીરી કેસર અને સારી ગુણવત્તાના ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરાયો છે. આ ઘારીનું સૌથી સારી વાત એ છે કે તે 20થી 25 દિવસ સુધી બગડતી નથી. વિદેશમાંથી પણ આ ઘારીનો અનેક ઓર્ડર મળી રહ્યા છે. ઘારી સૌથી વધુ સિંધી લોકોને વધારે પ્રિય હોય છે. ગુરુવારે ચિંદી પડવો હોવાથી લાખો રૂપિયાની ઘારી ખવાઈ ગઈ. ગોલ્ડન ઘારીની સાથે અલગ અલગ ફ્લેવરની ઘારી પણ સુરતમાં તૈયાર થઈ હતી..જેનું ધુમ વેચાણ ચંદી પડવો પર થયું.
ભારે વાવાઝોડાના એંધાણ..! આ જિલ્લાઓમાં અંબાલાલની ભયજનક આગાહી, આ વર્ષે તહેવાર બગડશે!
સુરત તેની જાહોજલાલી માટે જાણીતું છે. એવું કહેવાય છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ...આ કહેવત સુરતીઓના ભોજન પ્રેમને કારણે જ પ્રચલિત બની છે. જો તમે પણ સુરતની ઘારીનો સ્વાદ ન માણ્યો હોય તો ફટાફટ માણી લેજો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે