Home> Gujarat
Advertisement
Prev
Next

બ્લેક રાઇસની ખેતી કરીને ઓલપાડનો આ ખેડૂત કરે છે લાખોની કમાણી

બ્લેક રાઇસની ખેતી કરીને ઓલપાડનો આ ખેડૂત કરે છે લાખોની કમાણી

* બ્લેક રાઈસની સફર ખેતી કરી ચીંધી નવી રાહ
* ઓલપાડના મંદ્રોઈ ગામના ખેડૂતોનો નવતર પ્રયોગ
* બ્લેક રાઈસ અનેક બીમારી માટે અકસીર મનાય છે
* થાઈલેન્ડ, ચાઈના અને ભારતના પશ્ચિમ  બંગાળમાં થાય છે ખેતી
* દક્ષીણ ગુજરાતમાં થતા ડાંગર કરતા ઓછું ઉત્પાદન છતાં ભાવ વધારે

fallbacks

ઓલપાડ: તાલુકાના ખેડૂત નવતર પ્રયોગ કર્યો છે, મોટા ભાગે ચાઇના અને થાઈલેન્ડમાં થતા બ્લેક રાઈસની સફળ ખેતી ઓલપાડ તાલુકામાં કરી છે, 50 ટકા ઓછા ખર્ચમાં તૈયાર થઈ જાય છે. પાક અને ભાવ ચારગણા મળે છે.સુરત જિલ્લાનો ઓલપાડ તાલુકો ડાંગરના પાકને લીધે ઓળખાય છે, આ તાલુકાના મોટા ભાગ ખેડૂતો ડાંગરના પાકની ખેતી કરે છે, પરંતુ ઓલપાડ તાલુકાના મંદરોઈ ગામના બે ખેડૂતો કઈંક અલગ કરવાના ઈરાદા સાથે એક નવતર પ્રયોગ હાથ ધર્યો હતો. હાલ સફળ થયા છે, ખેડૂતોએ  થાઈલેન્ડ અને ચાઇનામાં મોટા ભાગે થતા બ્લેક રાઈસની ખેતી કરી છે, વ્યવસાયે શિક્ષક અને મંદરોઇ ગામના ખેડૂત પ્રકાશ ભાઈને ડાયાબીટીસની તકલીફ હતી. જેને લઈ તબીબ દ્વારા તેમને બ્લેક રાઈસ લેવાની સલાહ આપવામાં આવી હતી. 

રાજ્યના શિક્ષકો માટે ખુશખબર, 21 દિવસનું દિવાળી વેકેશન, સત્રાંત અંગે કોઇ નિર્ણય નહી

જોકે પ્રકાશ ભાઈ શરૂઆતમાં સુરતથી 400 રૂપિયા કિલો બ્લેક રાઈસ લાવ્યા હતા, પરંતુ એમને બ્લેક રાઈસની થોડી જાણકારી મેળવી જાતે જ ખેતી કરવાનો નિર્ધાર કર્યો હતો. નવસારી કૃષિ યુની.માંથી તપાસ કરી નવસારીના એક ખેડૂત પાસે થોડું બિયારણ લાવ્યા અને તેમાંથી ધરું તૈયાર કરી પોતાના બે વીંઘા ખેતરમાં બ્લેક રાઈસની ખેતી કરી હતી. હાલ પ્રકાશ ભાઈનો બ્લેક રાઈસનો પાક તૈયાર થઈ ગયો છે. કાપણીની તૈયારી કરી રહ્યા છે.

ગરવા ગિરનારની ગોદમાં મોરારી બાપુ ગરમે ઘૂમ્યા, ક્યારે પણ નહી જોયો હોય આવો વીડિયો

આમ જોવા જઈએ તો ડાંગરનો પાક 90 થી 100 દિવસમાં તૈયાર થઈ જાય છે, પરંતુ બ્લેક રાઈસનો પાક તૈયાર થતા 150 દિવસ થાય છે અને ઉપજની વાત કરીએ તો સાદો ડાંગર એક વીંઘામાં 65 થી 70 મણ થાય છે. જ્યારે બ્લેક રાઈસ વીંઘા માં 50 મણ જેટલો થાય છે એટલે કે સાદા ડાંગર કરતા 15 મણ ઓછો પાક થાય છે. જો કે ભાવની સરખામણી કરવામાં આવે તો સાદો ડાંગર 350 થી 400 રૂપિયા મણ વેચાઈ છે જ્યારે બ્લેક રાઈસ માત્ર એક કિલો 300 થી 400 રૂપિયા મણ બજારમાં મળે છે. જેથી આવક લગભગ 100 ગણી વધારે છે. બીજું મહત્વની વાત કે બ્લેક રાઈસ માટે સાદા ડાંગર કરતા 50 ટકા પાણીની જરૂરિયાત હોઈ છે. પાક માં રોગ ની શકયતા નહિવત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More