Home> Gujarat
Advertisement
Prev
Next

કોંગ્રેસના આ ભૂતપૂર્વ નેતાને મળી ભાજપમાં જોડાવાની ઓફર, જાણો કેમ ઠુકરાવી

ઇન્દ્રનીલ રાજ્યગુરુના નિવેદનથી રાજકારણ ગરમાયુ, કહ્યુ મે ભાજપમાં જોડાવાની ઓફર ઠુકરાવી

કોંગ્રેસના આ ભૂતપૂર્વ નેતાને મળી ભાજપમાં જોડાવાની ઓફર, જાણો કેમ ઠુકરાવી

સત્યમ હંસોરા/રાજકોટ: રાજકોટથી વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે ઉભા રહેલ કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા વિવાદિત નિવેદન આપતા રાજકારણ ગરમાયુ છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા આ પ્રકારનું વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે, કે કોંગ્રેસમાંથી છેડો ફાડ્યા બાદ ભાજપમાં જોડાવા માટેની મને અનેક વાર ઓફર મળી છે. અને જે હુ ઠુકરાવી ચૂક્યો છું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે મારી આ જગ્યા પર લાવનાર કોગ્રેસ છે. મે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. પરંતુ તેની સાથે હું દગો કરીને ભાજપ દ્વારા કરવામાં આવેલી ઓફર સ્વિકારવામાં મને કોઇ રસ નથી.

fallbacks

ગાંધીનગર અને અમદાવાદને જોડતા એસ.જી હાઇવે પર 867 કરોડના ખર્ચે બનશે 6 ફ્લાયઓવર, સમયની થશે બચત 

લોકસભાની ચૂંટણીને લઇને વિવાદિત નિવેદન આપ્યા હોવાની આશંકા 
વિધાનસભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે આકરી હાર મેળવ્યા બાદ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસ સાથે પણ છેડો ફાડી નાખ્યો હતો. જ્યારે હવે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. અને રાજકારણમાં રહેવા માટે થઇને ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું હોય તેવી પણ શક્યતાઓ દેખાઇ રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More