Home> Gujarat
Advertisement
Prev
Next

આ ગુજ્જુ મોદીના જન્મ દિવસ પર આપશે એવું અનોખું ગીફ્ટ કે, બનશે ગીનીઝ બુક રોકોર્ડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ પર પોરબંદરના આ પેઇન્ટરે બનાવી મોદીની વિશાળ પેઇન્ટીંગ, ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાશે નામ
 

આ ગુજ્જુ મોદીના જન્મ દિવસ પર આપશે એવું અનોખું ગીફ્ટ કે, બનશે ગીનીઝ બુક રોકોર્ડ

અજય શીલુ/પોરબંદર : આગામી 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 68મો જન્મદિવસ છે. દર વર્ષે દેશભરમાં વડાપ્રધાન મોદીના શુભેચ્છકો અને ભાજપના કાર્યકરો દ્વારા વિવિધ રીતે વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી કરાતી હોય છે. ત્યારે પોરબંદરના એક આર્ટીસ્ટ દ્વારા વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિતે વડાપ્રધાન મોદીનું 900 ચોરસ ફૂટનું એક અનોખુ પેઈન્ટીંગ તૈયાર કરાયુ છે. જેને લોકો નિહાળી શકે તે માટે ચોપાટી ખાતે પ્રદર્શીત પણ કરાશે.

fallbacks

900 ચોરસ ફુટનું વડાપ્રધાન મોદીનું પેઇન્ટીંગ 
મોટી સંખ્યામા ફેન્સ અને ફોલોઅર્સ ધરાવતા અને દેશની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ તેમના જન્મદિવસે વિવિધ રીતે નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરે છે. પરંતુ પોરબંદરમાં જયેશ હીંગળાજીયા નામનો આર્ટીટસ્ટ કે જે આ પહેલા પણ ગાંધીજી બનીને અનેક રેકોર્ડ પોતાના નામે કરી ચુક્યો છે. આ આર્ટીસ્ટ દ્વારા વડાપ્રધાન મોદીના જન્મદિવસને લઈને નરેન્દ્ર મોદીનુ એક વિશાળ પેઈન્ટીંગનુ નિર્માણ કર્યુ છે. પ્લાસ્ટીક પેકેજીંગના બબલ પેપરમાંથી 30/30 એટલે કુલ 900 ચોરસ ફૂટનુ પેઈન્ટીંગ ફક્ત માર્કરનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યુ છે.

fallbacks

સતત દોઢ દિવસની મહેનત બાદ બનાવ્યું પેઇન્ટીંગ
આ પેઈન્ટીંગના નિર્માણ માટે આ કલાકારે સતત દોઢ-બે દિવસની મહેનત કરીને તૈયાર કર્યુ છે. આ વિશાળ અને એક અનોખા પેઈન્ટીંગને પોરબંદરવાસીઓ નિહાળી શકે તે માટે તેને ખુલ્લો પણ મુકાશે. શહેરની ચોપાટી ખાતેના ગ્રાઉન્‍ડ પર 16 તારીખના બપોરે આ પેઈન્ટીંગને ખુલ્લુ મુકાશે જે 17 તારીખના વડાપ્રધાન મોદીના જન્મદિવસના રાત્રીના 9 વાગ્યા સુધી લોકો તેને નિહાળી શકશે. આ અનોખુ પેઈન્ટી્ંગ બનાવનાર જયેશ હીંગળાજીયાએ એવુ જણાવ્યુ હતુ કે,ગીનીઝ બુકથી લઈને લીમકા બુક સહિતની કંપનીઓમા પણ આ પેઈન્ટીંગ સ્થાન પામશે તે નક્કી છે કારણ કે,અત્યારસુધી આ પ્રકારનુ પેઈન્ટીંગ બનાવાયુ નથી તેથી વિશ્વની અંદર કદાચ પહેલો આ નરેન્દ્ર મોદીનો વિશાળ પેઈન્ટીંગ વાળો ફોટો હશે. 

fallbacks

મોદીના જન્મ દિવસે કરાશે ભેટ 
ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી દર વખતે લાખો કરડો લોકો કરતા હોય છે. પરંતુ પોરબંદરના આ આર્ટીસ્ટ દ્વારા તૈયાર કરાયેલ આ વિશાળ પઈન્ટીંગ કે જે ફક્ત માર્કર પેનના ઉપયગોથી જે રીતે બબલ પ્લાસ્ટીકથી બનાવાયો છે તે ખુબજ મહેનત માંગી લેનાર છે તેમ કહીએ તો ખોટુ નથી. ત્યારે જોવુ રહ્યુ કે,આ અનોખા પેઈન્ટીંગને ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ સહિતની રેકોર્ડ નોંધોમાં સ્થાન મળે છે કે કેમ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More