Surat Fire Incident: સુરત શહેરમાં નાનપુરા વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે ફ્લેટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જ્યારે ફ્લેટમાં હાજર એક NRI મહિલા બારીમાંથી બહાર નીકળી ACના કોમ્પ્રેશર પર ઉભી રહી ગઈ હતી, ત્યારે ફાયર ફાઇટરોએ દિલધડક રેસક્યું કરી મહિલાનો જીવ બચાવ્યો હતો.
મળતી માહિતી અનુસાર સુરત શહેરના નાનુપુરા વિસ્તારમાં આવેલ પ્રિયા એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે આવેલા ઘરમાં આગ લાગી હતી. જેમાં ઘરમાં રહેલા વોશિંગ મશીનમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક ધડાકા બાદ આગ ફાટી નીકળી હતી. વોશિંગ મશીનમાં આગ લાગવાના પગલે ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. જેના કારણે સમગ્ર ઘરમાં આગ પ્રસરી ગઈ હતી. આ સમયે ઘરમાં હાજર 22 વર્ષીય યુવતી પોતાનો જીવ બચાવવા માટે બારીમાંથી બહાર નીકળીને ACના કોમ્પ્રેશર પર ઉભી રહી ગઈ હતી અને બચાવો બચાવોની બૂમો પાડી રહી હતી.
અંબાલાલ પટેલે આપી મોટી ચેતવણી, કડકંડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી
ફાયર વિભાગની ટીમે યુવતીનું કર્યું રેસ્ક્યૂ
જો કે, સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ હાઈડ્રોલિક, લેડર TTL મશીન સાથે ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગે આગ પર ભારે જેહમત બાદ કાબુ મેળવી યુવતીનું રેસ્ક્યૂ કરી તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અંદાજે કલાકની જહેમત બાદ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં
સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ આગના કારણે ઘર વખરી બળીને રાખ થઈ ગઈ છે. આગના પગલે ફ્લેટમાં ધુમાડો વધારો હોવાથી ફાયર બ્રિગેડના જવાનો માસ્ક પહેરીને અંદર પ્રવેશ્યા હતા.
કેપ્ટનશિપનો બોજ પડતાં જ ખુલ્યું સૂર્યાનું રહસ્ય, શું કેપ્ટન પોતાને કરશે ડ્રોપ?
ફાયર વિભાગે ભારે જેહમત બાદ આગ પર મેળવ્યો કાબુ
આ અંગે ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું કે, પ્રિયા એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે ફ્લેટમાં આગ લાગી હતી. જેમાં એક યુવતી ફ્લેટમાંથી બહાર નીકળવાનો રસ્તો ના મળવાથી ઘરની પાછળના ભાગે આવેલા એસીના કમ્પ્રેશર પર જઈને બેસી ગઈ હતી. ફાયર વિભાગને કોલ મળતા જ ઘટનાસ્થળે પહોંચી હતી અને અમારા જવાનોએ જીવ જોખમમાં મૂકીને આગ પર કાબુ મેળવીને યુવતીનું સલામત રેસ્ક્યૂ કર્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે