ગૌરવ પટેલ/અમદાવાદ: લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ત્યારથી જ ગુજરાતની લોકસભા બેઠકો પર ઉમેદવારોને લઇને દરેક પક્ષમાં ભારે મથાકુટ જોવા મળી હતી. ત્યારે હવે 4 એપ્રીલે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદાવારો મોટાભાગની બેઠકો પર ઉમેદવારોએ નામાંકન પ્રક્રિયા પણ પૂર્ણ કરી લીધી છે. જેમાં કોંગ્રેસના અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર રાજુ પરમાર કરોડોની સંપત્તિના માલિક છે. રાજુ પરમારે નામાંકન પ્રક્રિયામાં રાજુ પરમારે સોગંદનામામાં તેમની સંપત્તિ કરોડો રૂપિયાની દર્શાવી હતી.
અમદાવાદ પશ્ચિમ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કરોડોની સંપત્તિના માલિક છે. તેમણે મહત્વનું છે, કે રાજુ પરમાર પાસે કુલ જંગમ મિલ્કત 2,43,31,630 કરોડની છે. જ્યારે ઉમેદવારી ફોર્મના સોગંદનામામાં કરોડો રૂપિયાની સંપત્તિ દર્શવી છે. તેમની પાસે અમદાવાદ બે અને ગાંધીનગરમાં એક બંગલો છે. જ્યારે તેમની પાસે 23 કરોડ 2 લાખ 50 હજારની જમીન છે. મહત્વનું છે, કે રાજુ પરમાર કોઇ પણ કેસમાં કસુરવાર થયા નથી. મહત્વનું છે, કે આ બેઠક પર ભાજપે ચાલુ સાંસદ કિરિટ સોલંકીને ટિકીટ આપીને રીપીટ કર્યા છે.
અમદાવાદ પશ્વિમના કાંગ્રેસના ઉમેદવાર કરોડોના આસામી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે