Home> Gujarat
Advertisement
Prev
Next

અલ્પેશ અને ધવલસિંહ પહેલા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા આ નેતા, જાણો કોણ-કોણ છે યાદીમાં

કોંગ્રેસ છોડ્યા પછી આખરે હવે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા આજે ભાજપમાં જોડાશે. અલ્પેશ ઠાકોર ભાજપના સામાન્ય કાર્યકર તરીકે કામ કરશે. પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની હાજરીમાં અલ્પેશ ઠાકોરની સાથે પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ કેસરિયો ખેસ પહેરશે.

અલ્પેશ અને ધવલસિંહ પહેલા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા આ નેતા, જાણો કોણ-કોણ છે યાદીમાં

ગૌરવ પટેલ, અમદાવાદ: કોંગ્રેસ છોડ્યા પછી આખરે હવે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા આજે ભાજપમાં જોડાશે. અલ્પેશ ઠાકોર ભાજપના સામાન્ય કાર્યકર તરીકે કામ કરશે. પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની હાજરીમાં અલ્પેશ ઠાકોરની સાથે પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ કેસરિયો ખેસ પહેરશે. સાંજના 4 વાગ્યે ગાંધીનગર કમલમ કાર્યાલયમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા સમર્થકો સાથે ભાજપમાં જોડાશે.

fallbacks

વધુમાં વાંચો:- મોરબીમાં બુટલેગરોએ કર્યો પોલીસ પર પથ્થરમારો, 5 જવાનો ઇજાગ્રસ્ત

આ અગાઉ 5 જુલાઈના રોજ રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યા બાદ થોડીવારમાં જ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહે ધારાસભ્યપદેથી રાજીનામુ આપી દીધું હતું. ત્યારે કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપામાં જોડવાના છે. જોક આ પેહલા એવા નેતા નથી કે, જે ભાજપમાં જોડાશે અગાઉ અનેક એવા કદાવર નેતા કોગ્રેસ છોડી ભાજપામાં જોડાયા છે.

વધુમાં વાંચો:- વડોદરા: બોગસ બિલીંગ કૌભાંડમાં ભરત વ્રજલાલ કોટકની ધરપકડ

અલ્પેશ અને ધવલસિંહ ઝાલા પહેલા ભાજપમાં જોડાયેલા કદાવર નેતાઓની યાદીમાં નિમાબેન આચાર્ય, છબીલ પટેલ, જશાભાઇ બારડ, રાજેન્દ્ર ચાવડા, પ્રભુ વસાવા, પરેશ વસાવા, કુવરજી હળપતિ, શંકર વારલી, દેવજી ફતેપરા, અનિલ પટેલ, રાઘવજી પટેલ, ધર્મેન્દ્ર સિંહ જાડેજા, પ્રહ્લાદ પટેલ, તેજશ્રી બેન પટેલ, કરમશી ભાઇ પટેલ, અમિત ચૌધરી, બળવંતસિંહ રાજપુત, મહેન્દ્રસિંહ વાઘેલા, રામસિંહ પરમાર, માનસિંહ ચૌહાણ, સી કે રાઉલજી, છનાભાઇ ચૌધરી, ભોળા ભાઇ ગોહિલ, વિઠ્ઠલ રાદડીયા, જયેશ રાદડીયા, નરહરી અમીન, દલસુખ પ્રજાપતિ, ઉદેસિંહ બારીયા, નટવરસિંહ પરમાર, , કુવરજી બાવળિયા, આશા બેન પટેલ, પુરુષોત્તમ સાબરીયા અને જવાહર ચાવડા જેવા ધારાસભ્ય અને પુર્વ ધારાસભ્યોનો સમાવેશ થાય છે.

જુઓ Live TV:- 

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More