Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના આ સાંસદે કહ્યું, હું તો માથે કફન બાંધીને ફરૂ છું, મને પદની નહી સમાજની ચિંતા

આદિવાસી એકતા સંમેલન રાજપીપળા ટાઉનહોલ ખાતે યોજાયું. જેમાં મનસુખ વસાવાએ પોતાના આદિવાસી સમાજને માત્ર સંગઠિત થવા અને પક્ષાપક્ષીથી દૂર રહી કોઇના પણ દબાણ નીચે ન આવી માત્ર સમાજના લોકોનું ઉથ્થાન થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ તેવી હાકલ કરી હતી. પોતાના સમાજથી ચૂંટાયેલા પ્રિતિનિધિઓને મીઠી ટકોર પણ કરી કે, તમારી પાર્ટી ફરી ટિકિટ આપે કે ન આપે તમે સમાજ માટે બોલો. આજના આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ કેટલાક આદિવાસી ધારાસભ્યો અને સાંસદ માત્ર ખાલી લેબેલ લગાડવા માટે લોકસભામાં જાય છે. 

ગુજરાતના આ સાંસદે કહ્યું, હું તો માથે કફન બાંધીને ફરૂ છું, મને પદની નહી સમાજની ચિંતા

જયેશ દોશી/નર્મદા : આદિવાસી એકતા સંમેલન રાજપીપળા ટાઉનહોલ ખાતે યોજાયું. જેમાં મનસુખ વસાવાએ પોતાના આદિવાસી સમાજને માત્ર સંગઠિત થવા અને પક્ષાપક્ષીથી દૂર રહી કોઇના પણ દબાણ નીચે ન આવી માત્ર સમાજના લોકોનું ઉથ્થાન થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ તેવી હાકલ કરી હતી. પોતાના સમાજથી ચૂંટાયેલા પ્રિતિનિધિઓને મીઠી ટકોર પણ કરી કે, તમારી પાર્ટી ફરી ટિકિટ આપે કે ન આપે તમે સમાજ માટે બોલો. આજના આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ કેટલાક આદિવાસી ધારાસભ્યો અને સાંસદ માત્ર ખાલી લેબેલ લગાડવા માટે લોકસભામાં જાય છે. 

fallbacks

AHMEDABAD માં ફરાર અને તડીપાર આરોપીઓ વિરુદ્ધ પોલીસની કડક કાર્યવાહી

લોકસભા કે વિધાનસભામાં કોઈ આદિવાસીનું સાંભળતું નથી. જૂની યાદો તાજી કરતા કહ્યું કે, અડવાણીએ, અટલજીએ કહ્યું હતું કે કોઈ પ્રશ્ન હોઈ તો આદિવાસી સમાજના પ્રશ્નો છે. આ પ્રશ્નોનું નિવારણ લાવવું જોઈએ. મનસુખ વસાવાએ સામાન્ય સીટ પરથી ચૂંટાય છે. જો કે માત્ર આદિવાસીની તરફેણ કરે છે એવું કેટલાક લોકો કહી રહ્યા છે. કરોડો રૂપિયા આદિવાસી માટે વપરાયા છે. પણ લોકો સુધી પહોંચ્યા નથી. હજુ પણ કેટલાક ધારાસભ્યો અને સાંસદસભ્યો બોલતા નથી રીઝર્વ સીટ પરથી ચૂંટાય છે. તેમ છતા પણ પરિણામ લાવવું હશે તો આકરું બોલવું પડે અને બોલું છું તો ખોટું લાગે છે. ખોટા આદિવાસી બનીને સરકારી નોકરીઓ ખોટા પ્રમાણપત્રો સાથે લઈ જાય છે. 

ભાવનગર યુવરાજ જયવિરસિંહે નિષ્કલંક મહાદેવને ધજા ચડાવી, શાસ્ત્રોક્ત રીતે પૂજન કર્યું

આદિવાસી દીકરીઓ સાથે લાવીને લગ્ન કરે છે હું બોલું છું પણ પાર્ટીમાંથી કોઈ દિવસ દબાણ આવ્યું નથી. મનસુખ વસાવાએ કહ્યું કે, સત્ય વાત કહેવામાં મને કોઈ ડર નથી. કોંગ્રેસ અને ભાજપ અન્ય પાર્ટીના લોકો લોબીંગ કરે છે. ખોટા પ્રમાણપત્રો માટે રિઝર્વ સીટ પર ચૂંટાયેલા છો તો સમાજના કાર્યક્રમમાં હાજર રહેવું જોઈએ. રિઝર્વ સીટ પરથી ચૂંટાઇને પ્રોપર્ટી બનાવવામાંથી ઉંચા નથી આવતા અને સમાજનું કામ નથી કરતા. એટલે દુઃખ થાય છે. ખાનગીકરણ તરફ બધું જશે તો આદિવાસીઓને જ નુકસાન થશે. મનસુખ વસાવા માથે કફન બાંધીને ફરે છે પણ હું સત્ય જ બોલું છું. ભાજપ કોંગ્રેસ કે બિટીપીનો આગેવાન હોઈ તો સમાજના કાર્યક્રમમાં આવું જોઈએ. માલ માલિદો ખાવો હોઈ ત્યારે આગળ અને સમાજનું કામ કરવું હોય તો પાછળએ ખોટું કહેવાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More