Home> Gujarat
Advertisement
Prev
Next

Miss Ahmedabad: 40 થી વધુ યુવતીઓને પછાડી આ યુવતી બની મિસ અમદાવાદ, મિસ ઇન્ડિયા માટે કરી ખાસ તૈયારી

Miss Ahmedabad: 17 એપ્રિલ 2022 ના અમદાવાદની રેડિસન બ્લુ હોટલ ખાતે ગ્લેમ ઓન મિસ એન્ડ મિસિસ ઇન્ડિયા ઓડિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓનલાઈન અને ઓફલાઈન ઓડિશનમાં 40 થી 50 જેટલી યુવતીઓએ ભાગ લીધો હતો

Miss Ahmedabad: 40 થી વધુ યુવતીઓને પછાડી આ યુવતી બની મિસ અમદાવાદ, મિસ ઇન્ડિયા માટે કરી ખાસ તૈયારી

ઝી બ્યુરો, અમદાવાદ: અમદાવાદમાં યોજાયેલા ગ્લેમ ઓન મિસ એન્ડ મિસિસ ઇન્ડિયા ઓડિશનમાં રાજસ્થાનની એક યુવતીએ બાજી મારી છે. રાજસ્થાનના ખેત્રીનગરની એક યુવતીએ મિસ અમદાવાદનો ખિતાબ પોતાના નામે કર્યો છે. જ્યારે ઓગ્સટમાં યોજાનાર ફાઈનલમાં મિસ ઇન્ડિયાની પસંદગી કરવામાં આવશે. આ માટે યુવતીએ ખાસ તૈયારી કરી રહી છે.

fallbacks

17 એપ્રિલ 2022 ના અમદાવાદની રેડિસન બ્લુ હોટલ ખાતે ગ્લેમ ઓન મિસ એન્ડ મિસિસ ઇન્ડિયા ઓડિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓનલાઈન અને ઓફલાઈન ઓડિશનમાં 40 થી 50 જેટલી યુવતીઓએ ભાગ લીધો હતો. તેમાંથી એક હતી પ્રિયંકા ભાસ્કર. જો કે પ્રિયંકાએ ઓફલાઈન ઓડિશનમાં ભાગ લીધો હતો. જેમાં તેણે સારું પરફોર્મન્સ આપ્યા બાદ તેની મિસ અમદાવાદ તરીકે પસંદગી કરવામાં આવી હતી.

રાજસ્થાનના ખેત્રીનગરની રહેવાસી પ્રિયંકા ભાસ્કર ગુજરાતની એક કંપનીમાં એચઆર મેનેજર તરીકે નોકરી કરે છે અને છેલ્લા ત્રણ વર્ષથી અમદાવાદમાં રહે છે. પ્રિયંકાને સ્કૂલ ટાઈમથી જ મોડલિંગનો શોખ હતો. પ્રિયંકાએ વર્ષ 2010 માં ધોરણ 10 અને વર્ષ 2021 માં સેન્ટ્રલ એકેડમીમાંથી ધોરણ 12 નો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેણે 2017 માં એમબીએમાં અભ્યાસ કર્યો હતો.

fallbacks

ઉલ્લેખનીય છે કે, ગોવા ખાતે ઓગસ્ટમાં ફાઈનલ સ્પર્ધા યોજાવાની છે. જેમાં ભાગ લેનાર યુવતીઓમાંથી મિસ ઇન્ડિયાની પસંદગી કરવામાં આવશે. જો કે પ્રિયંકા બે વર્ષ પહેલા પણ મિસ રાજસ્થાન બની ચૂકી છે. પ્રિયંકાની ટોપ ટેનમાં પસંદગી કરવામાં આવી હતી. મિસ ઇન્ડિયા બનવા માટે પ્રિયંકા ખાસ તૈયારી કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More