Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદીઓ સાવધાન...માસ્ક નહીં પહેરનારાઓને હવે 200 રૂપિયાની જગ્યાએ અધધધ...દંડ ભરવો પડશે

અમદાવાદમાં હવે માસ્ક નહીં પહેરનારાઓએ વધુ દંડ ભરવો પડશે. માસ્ક નહીં પહેરનાર સામે હવે 200 રૂપિયાની જગ્યાએ 500 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે. આ ઉપરાંત પાન મસાલાની પિચકારીઓ મારનારા લોકોને રોકવા માટે પાન મસાલાવાળા પાસેથી 10 હજાર રૂપિયા દંડ વસૂલ કરવાનો નિર્ણય પણ લેવાયો છે. 

અમદાવાદીઓ સાવધાન...માસ્ક નહીં પહેરનારાઓને હવે 200 રૂપિયાની જગ્યાએ અધધધ...દંડ ભરવો પડશે

હિતલ પારેખ, ગાંધીનગર: અમદાવાદ (Ahmedabad) માં હવે માસ્ક (Mask) નહીં પહેરનારાઓએ વધુ દંડ ભરવો પડશે. માસ્ક નહીં પહેરનાર સામે હવે 200 રૂપિયાની જગ્યાએ 500 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે. આ ઉપરાંત પાન મસાલાની પિચકારીઓ મારનારા લોકોને રોકવા માટે પાન મસાલાવાળા પાસેથી 10 હજાર રૂપિયા દંડ વસૂલ કરવાનો નિર્ણય પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવાયો છે. 

fallbacks

અમદાવાદ શહેરમાં સતત વધતા કોરોનાના પ્રસારને અટકાવવા માટે તથા થઈ રહેલી કામગીરીઓની સમીક્ષા માટે આજે સાબરમતી રીવર ફ્રન્ટ હાઉસ ખાતે એક બેઠક યોજાઈ હતી. જેમાં મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર, તથા જુદા જુદા ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઉપસ્થિત રહ્યાં હતાં. 

કોરોનાકાળ (Corona Virus)માં લોકો ઘરની બહાર નીકળે ત્યારે ફરજિયાત પણે માસ્ક પહેરે અને જાહેરમાં ન થૂંકે તે બાબતો અત્યંત મહત્વની છે. આ અંગે લોકોને જાગૃત કરવા માટે વ્યાપક પ્રચાર પ્રસાર પણ કોર્પોરેશન દ્વારા થયો છે. જેમાં માસ્ક ન પહેરવા બદલ 200 રૂપિયાનો દંડ પણ વસૂલવાનો નિયમ લાગુ હતો. 

શહેરમાં કોરોનાના કેસ સતત નિયંત્રણમાં રાખવા માટે લોકો દ્વારા ફરજિયાતપણે માસ્ક પહેરવામાં આવે અને જ્યાંત્યાં ન થૂંકવામાં આવે તે અત્યંત જરૂરી છે. જો કે એવું જોવા મળે છે કે આમ છતાં અનેક લોકો જાહેરમાં માસ્ક પહેરતા નથી અને નિયમોનું પાલન કરતા નથી. આથી હવે માસ્ક ન પહેરનારાઓ પાસેથી 200 રૂપિયાની જગ્યાએ 500 રૂપિયા દંડ વસૂલવાનું નક્કી કરાયું છે. વધુમાં જો પાન ગલ્લા પાસે ગ્રાહકો દ્વારા થૂંકવાની પ્રવૃત્તિ જણાશે તો જે તે પાનગલ્લાવાળાઓ પાસેથી 10,000 રૂપિયા દંડ વસૂલાશે. 

જુઓ LIVE TV

નવા નિયમોનું તાત્કાલિક અસરથી પાલન કરાવામાં આવશે એવું એક નોટિફિકેશન બહાર પાડીને જણાવવામાં આવ્યું છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More