Home> Gujarat
Advertisement
Prev
Next

જે લોકોએ વેક્સીનનો બીજો ડોઝ લીધો નથી તેને હવે પોલીસનો ફોન આવશે, AMCએ લીધો મહત્વનો નિર્ણય

અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસમાં કોરોના સંક્રમણમાં જે ગતિએ વધારો થઈ રહ્યો છે, તેને લઈને લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરમાં એવા ઘણા લોકો છે જેણે હજુ સુધી કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધો નથી. પરંતુ હવે જે લોકોએ વેક્સીનો બીજો ડોઝ લીધો નથી તેને રસી આપવા માટે મનપાએ મોટો નિર્ણય લીધો છે.
 

જે લોકોએ વેક્સીનનો બીજો ડોઝ લીધો નથી તેને હવે પોલીસનો ફોન આવશે, AMCએ લીધો મહત્વનો નિર્ણય

અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાત કોરોના વાયરસના કેસમાં મોટી સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં ગઈકાલે કોરોના સંક્રમિતોની સંખ્યા બે હજારને પાર પહોંચી ગઈ હતી. મહત્વનું છે કે ગુજરાતમાં સામે આવી રહેલા 50 ટકાથી વધુ કેસ તો માત્ર અમદાવાદ શહેરમાં સામે આવી રહ્યાં છે. અમદાવાદમાં મંગળવારે 1290 કેસ સામે આવ્યા હતા. અમદાવાદ શહેરમાં સતત વઠધી રહેલા કેસ ચિંતાનો વિષય છે. આ વચ્ચે જે લોકોએ કોરોનાની વેક્સીનનો બીજો ડોઝ લીધો નથી, તેને લઈને અમદાવાદ કોર્પોરેશને મોટો નિર્ણય લીધો છે. 

fallbacks

અમદાવાદ કોર્પોરેશને લીધો મોટો નિર્ણય
અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસમાં કોરોના સંક્રમણમાં જે ગતિએ વધારો થઈ રહ્યો છે, તેને લઈને લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરમાં એવા ઘણા લોકો છે જેણે હજુ સુધી કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધો નથી. પરંતુ હવે જે લોકોએ વેક્સીનો બીજો ડોઝ લીધો નથી તેને રસી આપવા માટે મનપાએ મોટો નિર્ણય લીધો છે. અમદાવાદ મનપા કોરોનાની રસીનો બીજો ડોઝ ન લેનારા લોકો માટે પોલીસની મદદ લેવાનો નિર્ણય કર્યો છે. જે લોકોએ રસીનો બીજો ડોઝ લીધો નથી તેનો ડેટા કોર્પોરેશન દ્વારા પોલીસને સોંપવામાં આવશે. ત્યારબાદ પોલીસ આ લોકોને બીજો ડોઝ લેવા માટે ફોન કરશે. 

આ પણ વાંચોઃ અમદાવાદમાં અતિ મોટો કોરોના વિસ્ફોટ, માત્ર 14 દિવસમાં વાયરસે કહેર વરસાવ્યો

શહેરમાં છ લાખ લોકોએ નથી લીધો બીજો ડોઝ
કોરોના સંક્રમણને અટકાવવા માટે રસી લેવી ખુબ જરૂરી છે. પરંતુ શહેરમાં આશરે છ લાખ જેટલા લોકો એવા છે જેણે રસીનો પ્રથમ ડોઝ લીધો છે, પરંતુ બીજો ડોઝ લીધો નથી. હવે મનપા પોલીસની મદદ લેશે. અમદાવાદ કોર્પોરેશનમાં આવતા 7 ઝોન મુજબ આવતા પોલીસ સ્ટેશનમાંથી લોકોને રિમાઇન્ડર કોલ કરવામાં આવશે. પોલીસ આ લોકોને કોલ કરીને રસીનો બીજો ડોઝ લેવા માટે કહેશે. 

આ પણ વાંચોઃ કૌભાંડો બહાર પાડનાર યુવરાજસિંહની એક ટ્વીટથી ખળભળાટ,  ‘પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત...’ 

અમદાવાદમાં મંગળવારે સામે આવ્યા 1290 કેસ
અમદાવાદ (Ahmedabad) માં કોરોનાના નવા 1290 કેસ નોંધાયા છે, તો શહેર અને જિલ્લાના મળી એક દિવસમાં 1314 કેસ નોંધાયા છે. શહેરમાં અતિ મોટો કોરોના વિસ્ફોટ (corona virus) જોવા મળ્યો છે. બીજી તરફ માઈક્રો કન્ટાઇનમેન્ટ વિસ્તારમાં પણ અતિ મોટો વધારો થયો છે. Amc દ્વારા આજે પણ નવા 21 વિસ્તાર માઈક્રો કન્ટાઇનમેન્ટ તરીકે જાહેર કરાયા છે. શહેરમાં માઈક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારની સંખ્યા 86 પર પહોંચી ગઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More