Home> Gujarat
Advertisement
Prev
Next

સુરત: પતિનો ધંધો બંધ કરવાની ધમકી આપી પત્ની પર કર્યો બળાત્કાર

સુરતમાં એક મહિલા પર તેના પતિનો ધંધો રોજગાર બંધ કરાવી દેવાની ધમકી આપી બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. મહિલાએ સમગ્ર મામલે અમરોલી પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. બળાત્કારી યુવકે મહિલાને ધમકી આપી હતી કે, હું તને પ્રેમ કરૂ છું અને તુ હા નહિ પાડે તો તારા પતિનો ધંધો બંધ કરાવી દઈશ. ધમકી આપી મહિલાને હેરાન પરેશાન કરી નરાધમે મહિલાને ગોડાઉનનો દરવાજો બંધ કરી મોઢું દબાવીને બળાત્કાર કર્યો હતો.

 સુરત: પતિનો ધંધો બંધ કરવાની ધમકી આપી પત્ની પર કર્યો બળાત્કાર

તેજશ મોદી/સુરત: સુરતમાં એક મહિલા પર તેના પતિનો ધંધો રોજગાર બંધ કરાવી દેવાની ધમકી આપી બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. મહિલાએ સમગ્ર મામલે અમરોલી પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. બળાત્કારી યુવકે મહિલાને ધમકી આપી હતી કે, હું તને પ્રેમ કરૂ છું અને તુ હા નહિ પાડે તો તારા પતિનો ધંધો બંધ કરાવી દઈશ. ધમકી આપી મહિલાને હેરાન પરેશાન કરી નરાધમે મહિલાને ગોડાઉનનો દરવાજો બંધ કરી મોઢું દબાવીને બળાત્કાર કર્યો હતો.

fallbacks

અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર આજ વિસ્તારમાં રહેતી 23 વર્ષીય પરિણીતા સાડીમાં સ્ટોન ચોટાવવાનું કામ કરે છે. મહિલાનો પતિ ગેરેજ ચલાવે છે. મહિલાને હનીફ પટેલ નામનો શખ્સ હેરાન પરેશાન કરતો હતો. મહિલાના પતિનો ધંધો બંધ કરાવી દેવાની ચીમકી આપીને મહિલાનું શારીરિક શોષણ કરતો હતો. જાન્યુઆરીની 2જી તારીખે નરાધમ હનીફ પટેલે મહિલાને કહ્યું હતું કે, હું તને પ્રેમ કરું છું, જો તું હા નહીં પાડે તો તારા પતિનો ધંધો બંધ કરાવી દઈશ.

હવે દુશ્મનોના દાંત ખાટા કરશે દેશમાં જ બનેલી 'K9 વજ્ર ટેન્ક'

ધમકી આપ્યા બાદ હનીફ પટેલ મહિલાને જબરદસ્તીથી નજીકમાં આવેલા સાડીના ગોડાઉનમાં લઈ ગયો હતો. જ્યાં તેને ગોડાઉનો દરવાજો બંધ કરી દઈ મહિલાનું મોઢું દબાવીને જબરજસ્તી કરી મહિલા પર રેપ કર્યો હતો. એટલું જ નહિ હનીફે મહિલાને મારી નાખવાની ધમકી આપી હતી. જેના કારણે મહિલા ગભરાય જતાં તેણે શરૂઆતમાં કોઈને વાત કરી ન હતી. છતાં વારવાર નરાધમ પરેશાન કરતાં છેવટે મહિલા પોતાના પતિને ફનીફની હરકતો વિષે વાત કરી હતી. અમરોલી પોલીસે ફરિયાદના આધારે હનીફ પટેલ સામે બળાત્કારનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More