Home> Gujarat
Advertisement
Prev
Next

પાકવિમાને લઇને ખેડૂતોને થતા અન્યાય માટે કોંગ્રેસના 3 ધારાસભ્યોના ધરણાં

સોમવારે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ પાક વિમાને લઇને ગાંધીનગર સ્થિત કૃષિ નિયામકની ચેમ્બરમાં ધરણાં કર્યા હતા. મહત્વનું છે, કે પાક વીમાની ચુકવણી કરવાની વિસંગતતાઓ અને કેવી રીતે પાક વીમાની ચુકવણી કરવામાં આવી તેનો હિસાબ માગવા કૃષિ નિયામકની ચેમ્બરમાં બપોરથી ધરણાં પર બેઠા છે.
 

પાકવિમાને લઇને ખેડૂતોને થતા અન્યાય માટે કોંગ્રેસના 3 ધારાસભ્યોના ધરણાં

હિતલ પારેખ/ગાંધીનગર : સોમવારે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ પાક વિમાને લઇને ગાંધીનગર સ્થિત કૃષિ નિયામકની ચેમ્બરમાં ધરણાં કર્યા હતા. મહત્વનું છે, કે પાક વીમાની ચુકવણી કરવાની વિસંગતતાઓ અને કેવી રીતે પાક વીમાની ચુકવણી કરવામાં આવી તેનો હિસાબ માગવા કૃષિ નિયામકની ચેમ્બરમાં બપોરથી ધરણાં પર બેઠા છે.

fallbacks

મહત્વનું છે, કે પાક વિમાને લઇને મળી રહેલા અસંતોષને કારણે કોંગ્રેસના ધારાસભ્યો પોતાને સંતોષકારક જવાબ ન મળે ત્યાં સુધી ધરણાં કરશે. ખેડૂતોને મળી રહેલા અશંતોષ કારક જવાબને કારણે ધરણાં કરી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યોએ આક્ષેપ લગાવ્યો કે વિમા કંપની અને સરકારની સાઠગાઠ છે. અને ખેડૂતોનો પડી રહેલી તકલીફ માટે સરકાર જ જવાબદાર છે. અને સરકાર 0.15 ટકા પાક વિમો મંજૂર કર્યો છે. તો તેનો હિસાબ આપવો જોઇએ, નક્કી આમાં કોઇ ગોલમાલ થયો છે એ નક્કી છે.

લોકસભા ચૂંટણી 2019: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સામે 16 ઉમેદવાર મેદાનમાં

મહત્વનું છે, કે આખી રાત્રિ ખેતી નિયામક બી.એમ.મોદીની ચેમ્બરમાં ધરણાં કરશે. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા સરકાર પર અને પાકવિમા વિભાગ પર દાબણ કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ખેડૂતને થઇ રહેલા અન્યાયને લઇને ધરણાં કરવામાં આવી રહ્યો છે. સરકાર જ્યારે જ્યાં સુધી આકડાઓ નહિ આપે ત્યાં સુધી ધરણાં કરવાની ચીમકી ઉચ્ચારી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More