Gandhinagar News: ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને અદ્યતન અને ક્ષતિરહિત બનાવવા સમયાંતરે મતદાર યાદી સુધારણા કાર્યક્રમો યોજવામાં આવે છે. આ પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શી બનાવવા મતદાર નોંધણી નિયમો, 1960 તથા મૃત્યુ નોંધણી અધિનિયમ, 1969 (2023માં સુધારેલો)ના આધારે રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા પાસેથી મૃત્યુ નોંધણીની માહિતી પ્રાપ્ત કરવામાં આવશે. મતદાર નોંધણી અધિકારીઓને સમયસર આ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેની બૂથ લેવલ ઓફિસર્સ દ્વારા સ્થળ મુલાકાત કરી પુષ્ટી કરવામાં આવશે.
આ ઉપરાંત મતદારોને પોતાના મતદાન કેન્દ્રની માહિતી સરળતાથી મળી રહે તથા મતદાર યાદીમાં પોતાનું નામ શોધવામાં સરળતા રહે તે માટે મતદાર કાપલી (Voter Information Slip)ની ડિઝાઈનમાં ફેરફાર કરવામાં આવશે. આ નવી ડિઝાઈનની મતદાર કાપલીમાં મતદારનો સીરિયલ નંબર અને પાર્ટ નંબરને વધુ મોટા ફોન્ટમાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવશે.
પાકિસ્તાનને એક નવો ઝટકો આપવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર, ત્રણ બાજુથી PAKની ઘેરાબંધી
ચૂંટણી તંત્ર અને મતદારો વચ્ચેની કડીરૂપ બૂથ લેવલ ઓફિસર્સ મતદાર યાદીને લગતી કામગીરી માટે ડોર-ટુ-ડોર કેમ્પેઈન માટે મતદારોના ઘરે જતા હોય છે. મતદાર નોંધણી અને ચકાસણી અભિયાન દરમિયાન નાગરિકો પોતાના બૂથ લેવલ ઓફિસરને સરળતાથી ઓળખી શકે તે માટે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 અંતર્ગત મતદાર નોંધણી અધિકારી દ્વારા નિયુક્ત પ્રત્યેક બૂથ લેવલ ઓફિસર્સને ફોટો ઓળખપત્ર આપવામાં આવશે.
નિવૃત્તિ પછી EPFO તરફથી કેટલું મળશે પેન્શન? આ ફોર્મૂલાથી જાતે કરી શકો છો ગણતરી
ભારતનું ચૂંટણી પંચ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને વધુ સરળ, સુલભ, સહભાગીતાપૂર્ણ અને સર્વસમાવેશી બનાવવા પ્રતિબદ્ધ છે ત્યારે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની અધ્યક્ષતામાં ચૂંટણી કમિશનર ડો. સુખબીર સિંહ સંધુ અને ડો. વિવેક જોશીની ઉપસ્થિતિમાં યોજાયેલી મુખ્ય નિર્વાચન અધિકારીઓની બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે