Home> Gujarat
Advertisement
Prev
Next

Panchmahal: કાલોલના વેજલપુર નજીક બાઇક-ટ્રક વચ્ચે અકસ્માત, ત્રણ લોકોના મોત

ગોધરા-વડોદરા હાઈવેના વેજલપુર પાસે આ અકસ્માત સર્જાયો છે. ખરસાલિયાથી પરત હાલોલ આવી રહેલા યુવકોને વેજલપુર પાસે ટ્રકે અડફેટે લીધા હતા.

Panchmahal: કાલોલના વેજલપુર નજીક બાઇક-ટ્રક વચ્ચે અકસ્માત, ત્રણ લોકોના મોત

પંચમહાલઃ ગણતંત્ર પર્વ પર પંચમહાલ જિલ્લામાં અકસ્માતની ઘટના બની છે. કાલોલના વેજલપુર નજીક ગમખ્વાર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાઇકમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત થયા છે. 

fallbacks

અકસ્માતના પગલે રોડ પર ટ્રાફિક જામ
પ્રાપ્ત વિગત અનુસાર ગોધરા-વડોદરા હાઈવેના વેજલપુર પાસે આ અકસ્માત સર્જાયો છે. ખરસાલિયાથી પરત હાલોલ આવી રહેલા યુવકોને વેજલપુર પાસે ટ્રકે અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બાઇક પર સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત થયા છે. ત્રણેય યુવકો હાલોલ નજીક આવેલા વાઘવાણીના હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More