અજય શીલુ/ પોરબંદર: પોરબંદરમાં થોડા દિવસ પહેલા પિતાએ ત્રણ પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ બાદ આજે વધુ એક સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદથી શહેરમા ચર્ચાનો વિષય બન્યો છે. પોરબંદરના ઉદ્યોગનગર પાસે 13 વર્ષીય સગીરા પર ત્રણ નરાધમો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ત્યારે સગીરાના ફુવા, ફુવાના દીકરો અને ફુવાના બનેવી આ ત્રણેય શખ્સોએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવામાં આવી છે. પોલીસે આ ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે અને ત્રણે આરોપીઓ શોધખોળ શરૂ કરી દીધી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે