ઝી બ્યુરો/અમદાવાદ: વેજલપુર સોનલ સિનેમા પાસે આવેલ ત્રણ માળનું બિલ્ડિંગ ધરાશાયી થવાના સમાચાર મળી રહ્યા છે. સોનલ સિનેમા પાસે આવેલ યાશમીન ફ્લેટ ધારાશાયી થતાં ફાયરતંત્ર દોડતું થઈ ગયું છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગયું છે. સાથે જ સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે.
સગાઈ કરી પરત ફરતાં પરિવારન કાળ ભરખ્યો! જામનગર હાઇ-વે પર ગમખ્વાર અકસ્માત, 4ના મોત
કાટમાળમાં ફસાયેલ લોકોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. છેલ્લે મળતી માહિતી પ્રમાણે તમામ લોકો સુરક્ષીત છે અને કોઈ જાનહાની નથી. હાલ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. બીજી બાજુ પોલીસ આસપાસના લોકો પાસેથી ફ્લેટ અંગેની માહિતી એકત્ર કરી રહી છે.
#WATCH | Gujarat | A 3-floor building collapsed in Vejalpur area of Ahmedabad. More details awaited. pic.twitter.com/fdj5HxuYPx
— ANI (@ANI) May 11, 2023
મહત્વપૂર્ણ નિર્ણય: આ મહિલાઓને લગ્ન માટે મળતી 20 હજારની સહાય વધારીને દોઢ લાખ કરી!
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વેજલપુર વિસ્તારમાં આવેલા સોનલ સિનેમા નજીક યાશમીન ફ્લેટની ગલીમાં આવેલો એક ફ્લેટ ધરાશાયી થય છે. અગાઉ ગોલ ફ્લેટને જર્જરિત જાહેર કરવામાં આવ્યો હતો. જેના કારણે પહેલાથી જ ત્યાં રહેતા પરિવારોને ખસેડી લેવામાં આવ્યા હતા. મોટા ભાગે ફ્લેટ ખાલી હતો. જો કે ત્યાં 2 પરિવાર હજી પણ રહેતા હતા. જેના કારણે 8-10 લોકો દટાયા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જોકે હવે ચિંતાની કોઈ વાત નથી. તમામ લોકો સુરક્ષિત હોવાની માહિતી મળી છે.
જિંદગીનું કંઈ નક્કી નથી! સુરતમાં ટીવી જોતા જોતા બે લોકોનું ઉડી ગયું પ્રાણપંખેરું
અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર વિસ્તાર ખુબ જ ગીચ હોવાના કારણે રાહત અને બચાવ કાર્યમાં પણ મુશ્કેલી ઉભી થઇ રહી છે. જો કે ફાયર વિભાગ દ્વારા કોઇ દટાયું નહી હોવાનું જણાવાઇ રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે