Home> Gujarat
Advertisement
Prev
Next

શું ગુજરાતમાં થશે આતંકી હુમલો? અમદાવાદથી પકડાયા 3 શંકાસ્પદ યુવકો

IB Alert : રથયાત્રા પહેલાં અમદાવાદમાં IBનું એલર્ટ... IBના એલર્ટ બાદ ગુજરાત ATSની મોટી કાર્યવાહી... અમદાવાદના નારોલમાંથી 3 શંકાસ્પદ યુવકોની અટકાયત

શું ગુજરાતમાં થશે આતંકી હુમલો? અમદાવાદથી પકડાયા 3 શંકાસ્પદ યુવકો

Ahmedabad News : ગુજરાતમાં હાલ રથયાત્રાની તૈયારીઓ ચાલી રહી છે. પંરતુ તે પહેલા મોટી હલચલ થઈ છે. રથયાત્રા પહેલા જ આતંકી હુમલાની ભીતિ સેવાઈ રહી છે. કારણ કે, અમદાવાદના નારોલ વિસ્તારમાંથી 3 શંકાસ્પદ લોકોની અટકાયત ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીના ઈનપુટ બાદ ગુપ્ત ઓપરેશન હાથ ધરાયુ હતું, જેના બાદ આ અટકાયત કરાઈ છે. 

fallbacks

IB ના એલર્ટ બાદ ગુજરાત એટીએસએ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. નારોલમાંથી 3 શંકાસ્પદ યુવકોની અટકાયત કરવામાં આવી છે. બાંગ્લાદેશ અને પાકિસ્તાન કનેક્શનના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. હુમલાના ઈનપુટ મળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. અટકાયત કરેલા 3 યુવકો સાથે સંકળાયેલા અન્ય લોકોની પુછપરછ હાથ ધરવામાં આવી છે. પકડાયેલા 3 યુવકો બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું છે. આ યુવકો કેવી રીતે ગુજરાત આવ્યા અને શા માટે આવ્યા તેની તપાસ હાથ ધરાઈ છે. 

મુસ્લિમ યુવકની જાળમાં ફસાયેલ હિન્દુ યુવતીનો આપઘાત, લવ જેહાદનો શિકાર બની ડાકોરની દીકર

જોકે, આ અટકાયત ગુજરાત પોલીસ માટે ટેન્શન અપાવે તેવી છે. કારણ કે, હાલ રથયાત્રાની તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાતના અનેક શહેરોમા રથયાત્રા નીકળે છે. જેમાં અમદાવાદની રથયાત્રા સૌથી મોટી હોય છે. આવામાં ગુજરાતમાં કોઈ આતંકી સળવળાટ થાય તો તે ભયનો માહોલ પેદા કરી શકે છે. 

રાજ્યની સુરક્ષા એજન્સીએ ગુપ્ત રીતે આ ઓપરેશન પાર પાડ્યું હતું. આ મામલે સ્થાનિક પોલીસ કે અમદાવાદની ન્ય એજન્સીઓને પણ કાનોકાન ખબર પડવા દીધી ન હતી. ઈન્ટેલિજન્સના ઈનપુટના આધારે આ અટકાયત કરવામાં આવી છે. 

યુવતીના લાશના થયા એવા હાલ અરેરાટી થઈ, પાઇપમાં અથડાવાથી ચામડી અને માંસના લોચા નીકળ્યા

પ્રાપ્ત માહિતી અનુસાર, નારોલના ઔદ્યોગિક વિસ્તારમાંથી ત્રણ શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. નારોલ અને ચંડોળા તળાવની આસપાસ પહેલાથી જ અનેક બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે વસે છે. તેથી છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓનું સર્વેલન્સ ચાલી રહ્યુ હતું. આખરે ઈનપુટના આધારે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. 

જે શખ્સોની અટકાયત કરાઈ છે, તેઓ બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથે સંપર્કો ધરાવે છે તેવા આઈબીના ઈનપુટ હતા. આ યુવકોના ઘરની આસપાસ સઘન પૂછપરછ ચાલી રહી છે. 

અમીરો ગરીબોના હકનું ખાઈ ગયા, રાઈટ ટુ એજ્યુકેશન એડમિશનમાં કરાયું મોટું કૌભાંડ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More