અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ અહીં નોંધાયા છે. અમદાવાદ શહેરમાં દરરોજ કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે રાજ્ય સરકારે કોરોના વાયરસના કેસોને રોકવા માટે અમદાવાદ માટે સૌથી મોટો નિર્ણય લીધો છે. અમદાવાદમાં આજે મધ્યરાત્રીથી 15 મે સુધી કરિયાણા-શાકભાજીની દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરમાં માત્ર દૂધ અને શાકભાજી સિવાય કોઈ વસ્તુ મળશે નહીં. તો આ સમાચાર મળવાની સાથે અમદાવાદમાં ખરીદી કરવા માટે લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા છે.
દુકાનો પર ભીડ, રસ્તાઓ પર લાગી લાઇનો
અમદાવાદના ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે મહત્વનો નિર્ણય કરતા શહેરમાં આજે મધ્યરાત્રીથી 15 મે સુધી દૂધ અને મેડિકલ સિવાય તમામ વસ્તુઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ માહિતી મળતા અમદાવાદના લોકો સીધા ખરીદી કરવા પહોંચી ગયો હતો. ત્યારબાદ ચિંતાજનક તસ્વીરો સામે આવી રહી છે. લોકો સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરી રહ્યાં નથી. કરિયાણા અને શાકભાજી લેવા માટે લોકોની લાઇનો જોવા મળી રહી છે. શહેરના તમામ વિસ્તારોમાં આવા દ્રશ્યો સામે આવ્યા છે.
ખરીદી કરવામાં લોકો ભૂલ્યા ભાન
શાકભાજી-કરિયાણાની દુકાનો બંધ રહેવાના સમાચારની સાથે શહેરમાં લોકોએ દુકાનોમાં લાઇનો લગાવી હતી. શાકભાજી અને કરિયાણાની ખરીદી કરવા માટે લાઇનો લાગી હતી. આ દરમિયાન કોરોનાની ઐસીતૈસી કરતા સોશિયલ ડિસ્ટેન્સિંગ પણ ભૂલાયું હતું. રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.
અમદાવાદમાં હવે દરેક વોર્ડમાં રોજ મિનીમમ 500 જેટલા ટેસ્ટીંગ થાય તેવુ આયોજન કરાયું છે. હવે એએમસી એગ્રેસિવ ટેસ્ટીંગ કરશે. વોર્ડવાઈઝ રણનીતિ બનાવવામાં આવનાર છે. રેડ ઝોન અને કન્ટેન્મેન્ટ વિસ્તારમાં પણ લોકો બિન્દાસ્તપણે ફરી રહ્યા છે, જેથી હવે તેના પર પણ બ્રેક લાગશે. જે નિર્ણય સમગ્ર અમદાવાદવાસીઓના હિતમાં જરૂરી હતો તે આખરે લેવાઈ ગયો છે. અમદાવાદમાં જો કોરોનાનું સંકટ ટાળવુ હોય તો કરફ્યુ એકમાત્ર ઉપાય હતો, તે પ્રકારનો નિર્ણય આખરે લેવાય છે. અમદાવાદની સ્થિતિ બદલવા માટે અધિકારીઓને પણ બદલવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે