ઝી બ્યૂરો/સુરત: સુરતમાં ફરી એકવાર આમ આદમી પાર્ટીમાં ભંગાણ થયું છે. આમ આદમી પાર્ટીના 6 જેટલા કોર્પોરેટરો ભાજપનો કેસરિયો ખેસ કર્યો છે. હાલ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે આમ આદમી પાર્ટીના 06 કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ઉધના ખાતે ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા, જ્યાં તેઓએ કેસરિયો ધારણ કર્યો છે. સુરત મનપાના વિપક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ પુષ્ટી કરી છે કે આપના 6 કોર્પોરેટર્સે રાજીનામા આપ્યા છે.
તમને જણાવી દઈએ કે, પહેલા 4 કોર્પોરેટર ભાજપમાં જોડાયા હતા અને હવે સમાચાર મળી રહ્યા છે કે બીજા 6 કોર્પોરેટર AAPમાંથી રાજીનામું આપ્યું છે અને આ કોર્પોરેટર ભાજપમાં જોડાયા છે. આપમાંથી રાજીનામું આપનારા કોર્પોરેટરમાં સ્વાતિબેન કયાડા, નિરાલીબેન પટેલ, ધર્મેન્દ્રભાઈ વાવલિયા, અશોકભાઈ ધામી, કિરણભાઈ ખોખાણી, ઘનશ્યામભાઈ મકવાણા, જયોતિ લાડિયાસનો સમાવેશ થાય છે.
અમદાવાદ-ભાવનગરના શોર્ટ રૂટ બંધ કરવાનું જાહેરનામું રદ, સાંસદ શક્તિસિંહનો ગજ વાગ્યો!
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના વિપક્ષના નેતા સહિતના કોર્પોરેટરો ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, હર્ષ સંઘવી સહિતના નેતાઓની હાજરીમાં ભાજપમાં સામેલ થયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટીના કુલ 10 કોર્પોરેટરો વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે.
મોડી સાંજે જોડાયેલા કોર્પોરેટર
આમ આદમી પાર્ટીના 10 જેટલા કોર્પોરેટરો ઉધનામાં આવેલા ભાજપ કાર્યાલય ખાતે પહોંચીને ભાજપમાં જોડાઈ ચૂક્યા છે અને આપને બાય બાય કહી દીધું છે. ભાજપના આગેવાનો પણ કાર્યાલય ખાતે ઉપસ્થિત છે. જે 10 કોર્પોરેટરોએ આમ આદમી પાર્ટીનો સાથ છોડીને ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો છે, તેઓના નીચે મુજબના નામ સામે આવી રહ્યા છે.
સરકારી ભરતી પ્રકિયામાં ગેરરીતિ મુદ્દે ચોંકાવનારા સમાચાર, 36 'મુન્નાભાઈ' સામે ફરિયાદ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે