Home> Gujarat
Advertisement
Prev
Next

સુરત: આમ આદમી પાર્ટીનાં શહેર પ્રભારી રામ ધડૂક પર જીવલેણ હુમલો

યોગી ચોક ખાતે આવેલી આમ આદમી પાર્ટીની ઓફીસ પર શહેર પ્રભારી રામ ધડુક પર પાંચ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. બપોરે બે વાગ્યે રામ ધડૂકને ફોન કરીને અજાણ્યા શખ્સોએ આમ આદમી પાર્ટીમાં જોડાવાનું બહાના હેઠળ પાર્ટી ઓફીસ બોલાવ્યા હતા.

સુરત: આમ આદમી પાર્ટીનાં શહેર પ્રભારી રામ ધડૂક પર જીવલેણ હુમલો

સુરત : યોગી ચોક ખાતે આવેલી આમ આદમી પાર્ટીની ઓફીસ પર શહેર પ્રભારી રામ ધડુક પર પાંચ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. બપોરે બે વાગ્યે રામ ધડૂકને ફોન કરીને અજાણ્યા શખ્સોએ આમ આદમી પાર્ટીમાં જોડાવાનું બહાના હેઠળ પાર્ટી ઓફીસ બોલાવ્યા હતા.

fallbacks

સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ: ભાવનગરમાં બપોર સુધીમાં 19 કેસ, બોટાદમાં 7 કેસ

રામ ધડુક ઓફીસે આવતા પહેલાથી જ તૈયાર બેઠેલા શખ્સોએ તેના પર હુમલો  કરી દીધો હતો. ઢીક્કા પાટુનો માર માર્યો હતો. ઓફીમાં પણ તોડફોડ કરવામાં આવવી હતી. ખુરસી અને ટેબલને નુકસાન પહોંચાડ્યું હતું. રામ ધડુકને મોઢાનાં ભાગે તથા જમણા કાનના ભાગે ગંભીર ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

Corona માં પણ નફાખોરી કરતા મેડિકલ રાક્ષસો સામે પુરવઠ્ઠા વિભાગની લાલઆંખ

રામ ધડુકે આ અંગે ભાજપનાં નેતા અને હાલ મંત્રી તેવા કુમાર કાનાણી પર આરોપ લગાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે, હૂમલાખોરોએ તેના ગળે ચપ્પુ મુકીને ભાજપનો વિરોધ કરવાનો શોખ જાગે છે? હવે કરીશ તો આ ચપ્પુ ગળામાં ઉતારી દઇશ તેમ કહીને માર માર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ધડુકને આંખ,કાન, મોઢાનાં ભાગે ગંભીર ઇજાઓ થઇ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More