Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં સિંહોના સામ્રાજ્યમાં વાઘની એન્ટ્રી, વલસાડ બાદ હવે મહીસાગર પાસે વાઘ દેખાયો

 મહિસાગરના લુણાવાડાના પાંગળી માતાના જંગલમાં વાઘ જોવા મળ્યો છે. એક વાહનચાલકે વાઘને જોતાં તેણે ફોટો પાડીને શેર કર્યો હતો. 

ગુજરાતમાં સિંહોના સામ્રાજ્યમાં વાઘની એન્ટ્રી, વલસાડ બાદ હવે મહીસાગર પાસે વાઘ દેખાયો

અલ્પેશ સુથાર/મહીસાગર : મહિસાગરના લુણાવાડાના પાંગળી માતાના જંગલમાં વાઘ જોવા મળ્યો છે. એક વાહનચાલકે વાઘને જોતાં તેણે ફોટો પાડીને શેર કર્યો હતો. સ્થાનિક લોકોને તેની જાણ થતાં જ વન વિભાગને આ બાબતની જાણકારી આપવામાં આવી. જેના પગલે વનવિભાગે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ. વનવિભાગે ફોટોની તપાસ કરતા વાઘ ગઢ ગામ દેખાયા પૃષ્ટિ કરવામાં આવી છે. વનવિભાગને વાઘના પંજાના નિશાન મળી આવ્યા. જેને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. હાલ અલગ અલગ ટીમ બનાવીને સર્ચ આપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

fallbacks

શિક્ષકને દેખાયો વાઘ
લુણાવાડા તાલુકાના પાંગળી માતા મંદિર જંગલ વિસ્તારમાં વાઘ દેખાયો હતો. પ્રાથમિક સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મહેશભાઈ મહેરાની નજરે વાઘ ચઢ્યો હતો. તેઓનું કહેવું છે કે, મારી શાળાએથી સાંજે પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં આવતા જંગલ વિસ્તારમાં અચાનક વાઘ રોડ ક્રોસ કરતાં દેખાયો હતો. હું ગભરાયો અને ગાડી બંધ કરી વાઘના ફોટા પાડ્યા હતાં. આ સિવાય પણ અમે અનેક વખત વાઘને જોયો છે પરંતુ કોઈ અમારી વાત પર ભરોસો કરતું ન હતું. પરંતુ આખરે તેમણે પોતાના મોબાઈલમાં વાઘની તસવીર લીધી હતી. 

fallbacks

વન વિભાગે નાઈટ વિઝન કેમેરા ગોઠવ્યા
આ વાતની પુષ્ટિ કરાવવા વન વિભાગને જાણ કરાઈ હતી. જેમાં વવન વિભાગે જાતે સ્થળ પર જઈને ચેકિંગ શરૂ કર્યું હતું. વનવિભાગ દ્વારા ફોટાની તપાસ દરમિયાન ગઢ ગામના વિસ્તાર વાઘ હોવાની પુષ્ટિ કરાઈ હતી. વન વિભાગને વાઘના વાળ, મળ તેમજ પંજાના નિશાન મળી આવ્યા છે. જોકે, તે વાઘના છે કે નહીં તે તપાસ માટે લેબોરેટરીમાં મોકલાવામાં આવ્યા છે. હાલ અલગ અલગ ટીમો બનાવી સર્ચ હાથ ધરાયું છે. તેમજ વાઘ છે કે નહીં તે તપાસ માટે નાઈટ વિઝન કેમેરા પણ ગોઠવાયા છે. જેથી કરીને વાઘના લોકેશનની માહિતી મળી શકે. 

મધ્યપ્રદેશથી વાઘ આવ્યો હોવાની શક્યતા
ગુજરાતમાં છેલ્લે ગત વર્ષે ડાંગ જિલ્લામાં વાઘ દેખાયો હતો. પરંતુ મહીસાગરના કાંઠે દેખાયેલો વાઘ મધ્યપ્રદેશથી આવ્યો હોવાની શક્યતા વનવિભાગે સેવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More