અમદાવાદઃ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષને આગામી લોકસભા ચૂંટણીમાં ગાંધીનગર બેઠકના ઉમેદવાર જાહેર કરાયા છે. તેઓ આવતીકાલે શનિવારે 30 માર્ચના રોજ અમદાવાદના નારણપુરા વિસ્તારમાંથી 4 કિમી લાંબી રેલી કાઢવાના છે. જેના માટે પોલીસ દ્વારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની રેલીમાં સુરક્ષા પૂરી પાડવા માટે શહેર પોલીસ દ્વારા 1100થી વધુ પોલીસ કર્મચારીઓને જવાબદારી સોંપાઈ છે. રેલીના બંદોબસ્તમાં 01 આઈજી, 03 DSP, 04 SP, 10 PI, 80 PSI અને 1100 પોલીસ કર્મચારી ખડેપગે તૈનાત રહેશે.
આ ઉપરાંત, અમદાવાદ ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ એસઓજી અને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચ પણ સતત પેટ્રોલિંગમાં રહેશે. અમીત શાહની રેલીના 4 કિલોમીટરના રૂટ પર શુક્રવારે બંદોબસ્ત વહેંચણી અને રિહર્સલ પણ કરવામાં આવશે.
લોકસભા ચૂંટણી 2019 : વડોદરામાં મુખ્યમંત્રી રૂપાણી સામે આચારસંહિતા ભંગની ફરિયાદ
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરની બેઠક ભાજપનો ગઢ કહેવાય છે. ભાજપ અહીં છેલ્લી અનેક વર્ષોથી ચૂંટણી જીતતું આવ્યું છે. ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ આડવાણી આ બેઠકના ઉમેદવાર રહ્યા છે. હવે, તેમના સ્થાને અમીત શાહને ટિકિટ આપવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે