અમદાવાદ : ગુજરાતમાં કોરોના વાયરસ (Coronavirus) નો ખૌફ વધી રહ્યો છે. વડોદરા શહેરમાં સેના (Army) ના ત્રણ જવાન પણ ઝપેટમાં આવી ગયા છે. સેનાની તરફથી જણાવાયું છે કે, શરૂઆતની તપાસમાં ત્રણ જવાનોને સંક્રમણ એટીએમ (ATM) બૂથના માધ્યમથી થયુ હોવાની આશંકા છે. કેમ કે, ત્રણેયે તે દિવસે એટીએમથી રૂપિયા કાઢ્યા હતા. તેમના સંપર્કમાં આવેલા 28 લોકોને ક્વોરેન્ટાઈન કરાયા છે.
આ સંજોગોમાં હવે આવનારા દિવસોમાં એટીએમને કારણે કોરોનાનો ચેપ ન ફેલાય એ માટે ઈન્ડિયન બેંક એસોસિએશન (IBA)એ હાલમાં જ ગાઇડલાઇન્સ જાહેર કરી છે. પોતાની ભલામણોમાં IBAએ ખાતાધારકોને કહ્યું કે તેઓ બેંકની શાખાઓમાં જવાનું ટાળે અને ઘરેથી જ ઇન્ટરનેટ બેન્કિંગની સુવિધાનો ઉપયોગ કરીને ઓનલાઇન બેન્કિંગ કરે. જોકે, SBI સહિત અનેક બેંકોએ કેટલીક સેફ્ટી ટિપ્સ જાહેર કરી છે.
SBIની ATMને લઈને સેફ્ટી ટિપ્સ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે