ગુજરાત : ઊત્તરાયણનો તહેવાર હવે સાવ નજીક છે, ત્યારે લોકોએ પતંગ-દોરા ખરીદવાનું પણ પ્લાનિંગ બનાવી લીધું હશે. આજે નવુ વર્ષ છે, તો આ વર્ષે એક સંકલ્પ જરૂર કરજો કે, પતંગ બજારમાંથી તમે ચાઈનીસ દોરા અને તુક્કલ નહિ ખરીદો. કારણ કે, તમે ચાઈનીસ દોરાથી હોંશેહોંશે જે પતંગ ઉડાવો છે, તેનાથી કોઈની જિંદગી ઉડી જાય છે. ગઈકાલે જ ચાઈનીસ દોરાથી મોતનો પહેલો બનાવ બન્યો છે, અને 22 વર્ષીય યુવકનું અમદાવાદમાં ચાઈનીસ દોરાથી ગળુ કપાઈને મોત નિપજ્યું હતું. પણ, જો તેમ છતાં કેટલાક લોકો કાયદાની વિરુદ્ધ દોરા ખરીદીને તેને ઉડાવતા હશે, અને વાહન ચલાવતા જો તમે આ જીવલેણ દોરાના સિકંજામાં આવ્યા તો તમારે શું કરવું એ ટિપ્સ મનમાં ગાંઠ વાળીને યાદ રાખી લેજો.
જીવલેણ દોરીથી આવી રીતે બચો
ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન તો તમે કરો, ન તમારા સ્વજનોને કરવા દો. ચાઇનીઝ દોરી છે પ્રતિબંધિત તેથી ઉપયોગ ન કરવો. માત્ર મનુષ્ય જ નહિ, પક્ષી પર પણ આ જીવલેણ દોરાનો ખતરો મંડરાય છે. માણસોને તો ક્યાંય હોસ્પિટલની સારવાર મળી જાય છે, પણ આ દોરામાં ફસાઈને પક્ષીઓ ક્યાંક તાર પર તો ક્યાંક વૃક્ષો પર લટકતા જોવા મળે છે. ત્યારે તમારી બે ઘડીની મજા કોઇના માટે સજા ન બની જાય તે ખાસ યાદ રાખજો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે