Home> Gujarat
Advertisement
Prev
Next

PM ની સભામાં વિદેશીઓને કેમ લાવવામા આવ્યા? TMC સાંસદે ચૂંટણી પંચમાં કરી ફરિયાદ

Gujarat Elections 2022 : પીએમ મોદીની વડોદરાની સભામાં વિદેશીઓની હાજરીને લઈને મમતા બેનરજીના સાંસદે ચૂંટણી પંચમા કરી ફરિયાદ
 

PM ની સભામાં વિદેશીઓને કેમ લાવવામા આવ્યા? TMC સાંસદે ચૂંટણી પંચમાં કરી ફરિયાદ

Gujarat Elections 2022 રવિ અગ્રવાલ/વડોદરા : તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વડોદરામાં સભા યોજાઈ હતી. જેમાં કેટલાક વિદેશી નાગરિકોએ હાજરી આપી હતી. જે અંગે બીજેપી ગુજરાતે પણ ટ્વીટ કરી હતી. ત્યારે વડોદરામાં પીએમ મોદીની સભામાં વિદેશી નાગરિકોની ઉપસ્થિતિને મામલે વિવાદ થયો છે. મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે રાષ્ટ્રીય ચુંટણી પંચને ફરિયાદ કરી છે. ટીએમસીનાં રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલેએ ચુંટણી પંચને આ અંગે ફરિયાદ કરી છે. 
 
તાજેતરમાં વડોદરામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભા યોજાઈ હતી. આ સભામાં કેટલાક વિદેશી નાગરિકો જોવા મળ્યા હતા. ત્યારે સભામાં પહોંચેલા વિદેશી નાગરિકો સામે કાર્યવાહીની માંગ કરાઈ છે. 23 નવેમ્બરે વડોદરાનાં નવલખી મેદાનમાં પીએમની જાહેર સભા યોજાઈ હતી. સાકેત ગોખલેએ ટ્વીટ કરી ભાજપ દ્વારા પ્રચાર માટે વિદેશીઓને ઉપયોગ કરાતો હોવાનો આક્ષેપ કર્યો હતો. ગુજરાત ભાજપે પોતાનાં આધિકારિક ટ્વીટર હેન્ડલ પર મોદીની સભામાં વિદેશીઓનો વીડિયો પણ શેર કર્યો હતો. વડોદરામાં પીએમ મોદીની સભામાં વિદેશી નાગરિકોએ ભાજપનો ખેસ પહેરી પ્રચાર કર્યો હતો. 

fallbacks

આ પણ વાંચો : 80 વર્ષના બાઈડેન ચૂંટણી લડી શકે તો હું કેમ નહિ... 76 વર્ષના ભાજપના ઉમેદવારનું નિવેદન

મોદીની સભામાં વિદેશીઓની હાજરીને TMC એ ભારતીય ચૂંટણીઓમાં ગંભીર વિદેશી હસ્તક્ષેપ સમાન ગણાવ્યો હતો. TMC એ આ બાબતને લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 અને ભારતનાં વિઝા કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારીએ આ મામલે આદર્શ આચારસંહિતાનો ભંગ ન થતો હોવાનું જણાવ્યું. 

ત્યારે આ મામલે રાષ્ટ્રીય ચુંટણી પંચે રાજ્ય ચુંટણી પંચ પાસેથી અહેવાલ માંગ્યો છે. રાજ્ય ચુંટણી પંચે વડોદરાનાં જિલ્લા ચૂંટણી અધિકારી પાસે રિપોર્ટ મંગાવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More