ઝી મીડિયા/ગાંધીનગર :ગાંધીનગરમાં વિધાનસભાના સત્ર દરમિયાન આજે મોટી હલચલ જોવા મળી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) પણ પ્રશ્નોત્તરી અવર્સ છોડીને વિધાનસભાની બહાર રવાના થયા હતા. મુખ્યમંત્રી બાદ બીટીપી (BTP) ના ધારાસભ્ય મહેશ વસાવા પણ ગૃહમાંથી રવાના થતા રાજકીય દોડધામ તેજ બની હતી. તો બીજી તરફ, બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવા પ્રશ્નોત્તરીમાંથી વિધાનસભા છોડીને બહાર નીકળ્યા હતા. વિધાનસભામાંથી બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવા રવાના થતાંની સાથે જ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, કોંગ્રેસના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમાર પણ વિધાનસભાથી રવાના થયા હતા. જોગાનુજોગ કે સૂચક તેવી વિધાનસભામાં રાજકીય ચર્ચા શરૂ થઈ હતી. આમ, મહેશ વસાવા રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha election) માં કોના તરફી મત આપશે તે વિવાદ ઘેરાતો જાય છે.
જેમના ઘરની બહાર ટોળેટોળા જામતા હતા, આજે કોરોનાને કારણે આવી છે હાલત
બીટીપી મામલે બંને પક્ષોનું નિવેદન
ગુજરાતની રાજ્યસભાની બેઠકોની ચૂંટણી રસપ્રદ બનતી જઈ રહી છે. એક તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદનમાં કહ્યું કે, BTP પણ અમારી સાથે. તો બીજી તરફ, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ નિવેદન આપતા કહ્યું કે, બીટીપીના બંને ધારાસભ્યોએ ભૂતકાળમાં કોંગ્રેસને મત આપ્યો છે આ વખતે પણ કોંગ્રેસને મત આપશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના બીટીપીના બંને ધારાસભ્ય ભાજપને મત આપશે તેવા નિવેદન ઉપર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કશું પણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કોંગ્રેસના રાજ્યસભાના બંને ઉમેદવારો જીતશે તેવો દાવો પણ કર્યો.
શારજાહથી સુરત આવેલી ફ્લાઈટનાં 48 મુસાફરોનું બે વખત સ્ક્રિનિંગ કરાયું
એનસીપી બીટીપીના વોટ અમને મળશે
રાજ્યસભા મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, વાંચી ન શકતા હોય તેને પણ ખબર છે કે ભાજપના ત્રણેય ઉમેદવારો જીતશે. 5 ધારાસભ્યોના રાજીનામાં બતાવે છે કે, કોંગ્રેસમાં એમના ધારાસભ્યોને જ વિશ્વાસ નથી. ભાજપના ધારાસભ્ય વિશે કોંગ્રેસના લોકો અફવા ફેલાવી રહ્યા છે. ભાજપના તમામ ધારાસભ્ય પર અમને ભરોસો છે. હજુ પણ કોંગ્રેસના ઘણા લોકો દીવાલ પર છે વંડી ઠેકીને આ બાજુ આવી જશે, એનસીપી અને BTPના વોટ પણ અમને જ મળશે. કોંગ્રેસના ધારાસભ્યો પ્રજા વચ્ચે રહેતા નથી. બનાસકાંઠામાં પૂર આવ્યું ત્યારે પણ રિસોર્ટમાં હતા અને આ વખતે પણ રિસોર્ટમાં છે.
હજુ અમે નિર્ણય કર્યો નથી - બીટીપી
બીજી તરફ, બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવાએ જણાવ્યું કે, હજુ અમે નિર્ણય નથી કર્યો કે કોને મત આપવો. ભાજપ કૉંગ્રેસ બંન્નેનાં નેતાઓ અમને મળી રહ્યાં છે. અમે સ્વતંત્ર છીએ કે કોને મત આપવો. 24 મીએ અમે બેઠક કરીને નક્કી કરીશું કે કોને મત આપવો. અમને સરકારથી સંતોષ નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે