Loksabha Election 2024 : ગુજરાતમાં આજે ચૂંટણીનો મહાસંગ્રામ થવાનો છે. લોકસભા ચૂંટણી માટે સવારે 7 વાગ્યાને ટકોરે મતદાનનો પ્રારંભ થઈ ગયો છે. ગુજરાતમાં કુલ ૫૦,૭૮૮ મતદાન મથકો પર મતદાનનો પ્રારંભ થયો છે. શહેરી વિસ્તારમાં ૧૭,૨૭૫ મતદાન મથકો પર મતદાનનો પ્રારંભ કરાયો છે. તો ગ્રામીણ વિસ્તારમાં ૩૩,૫૧૩ મતદાન મથકો પર મતદાનનો પ્રારંભ થયો છે. ગ્રામ્યના કેટલાક બૂથ પર વહેલી સવારે 5 વાગ્યાથી મતદારો લાઈનમાં આવીને ઉભા રહ્યા હતા. આ ઉપરાંત પોરબંદર, વિજાપુર, ખંભાત, વાઘોડિયા અને માણાવદર એમ 5 વિધાનસભા સીટની પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે.
રાજ્યમાં ૧૭૫ આદર્શ મતદાન કેન્દ્રો ઉભા કરાયો છે. તો રાજ્યના ૨૪,૮૯૩ મતદાન મથકો પરથી વેબ કાસ્ટિંગ કરાશે. ભાજપ, કોંગ્રેસ અન્ય પક્ષ અને અપક્ષ સહિત ગુજરાતમાં કુલ 266 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ચાલી રહ્યો છે. જેમાં પુરૂષ ઉમેદવારની સંખ્યા ૨૪૭ જ્યારે ૧૯ મહિલા ઉમેદવારનો સમાવેશ થાય છે. અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર સૌથી વધુ ૧૮ ઉમેદવારો છે, તો બારડોલી લોકસભા બેઠક પર સૌથી ઓછા ત્રણ ઉમેદવારો છે. રાજ્યમાં માત્ર અમદાવાદ પૂર્વના મતદાન મથકો પર બે બીયુ યુનિટ લગાવાયા છે.
25 બેઠકો પર કોની કોની ટક્કર
આજે રાજ્યમાં ૪ કરોડ ૯૭ લાખ ૬૮ હજાર ૬૭૭ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં ૨ કરોડ ૫૬ લાખ ૧૬ હજાર ૫૪૦ પૂરૂષ મતદારો છે, અને ૨ કરોડ ૪૧ લાખ ૫૦ હજાર ૬૦૩ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. રાજ્યમાં ૧૫૩૪ થર્ડ જેન્ડર મતદારો નોંધાયેલા છે. રાજ્યમાં ૧૭,૨૩,૩૫૩ મતદારો સાથે ભરૂચ લોકસભા બેઠક મતદાનની દ્રષ્ટીએ સૌથી નાની લોકસભા બેઠક છે. વિસ્તારની દ્રષ્ટીએ અમાદાવાદ પશ્ચિમ લોકસંબા બેઠક સૌથી નાની બેઠક છે. મતદાનની દ્રષ્ટીએ સૌથી મોટી લોકસભા બેઠક નવસારી ૨૨,૨૩,૫૫૦ મતદારો છે. વિસ્તાર ની દ્રષ્ટીએ સૌથી મોટી લોકસભા બેઠક કચ્છ છે.
રાજ્યમાં સો વર્ષ થી વધુ વયના શતાયુ મતદારો ૧૦,૦૩૬ છે. તો ૧૮-૧૯ વર્ષના યુવા મતદારોની સંખ્યા ૧૨,૨૦,૪૩૮ મતદારો છે. મતદાન માટે ૫૦,૯૬૦ બેલેટ યુનિટ તે ૪૯,૧૪૦ સીયુ યુનિટ તો ૪૯,૧૪૦ વીવીપેટ યુનિટનો ઉપયોગ થશે. 50 ટકા બીયુ અને સીયુ તથા ૩૫ ટકા વીવીપેટ યુનિટ રીઝર્વ રાખવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે