Home> Gujarat
Advertisement
Prev
Next

Board Exam : આજથી વિદ્યાર્થીઓની ખરી કસોટી, પરીક્ષા કેન્દ્ર જતા પહેલા આ નિયમો ખાસ જાણી લેજો

Board Exam 2023 : ગુજરાતમાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની શરૂઆત... સાડા સોળ લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા,,,
 

Board Exam : આજથી વિદ્યાર્થીઓની ખરી કસોટી, પરીક્ષા કેન્દ્ર જતા પહેલા આ નિયમો ખાસ જાણી લેજો

Board Exam 2023 અતુલ તિવારી/અમદાવાદ : આજથી શરૂ થતી બોર્ડની પરીક્ષા 29 માર્ચ સુધી ચાલશે. રાજ્યમાંથી કુલ 16.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં ધોરણ 10 બોર્ડમાં 9 લાખ 56 હજાર 753 વિદ્યાર્થી, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5 લાખ 65 હજાર 528, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખ 26 હજાર 896 વિદ્યાર્થીઓ નોંધાયા છે. રાજ્યમાં કુલ 1,623 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવાશે. પરીક્ષા કેન્દ્રમાં હોલટિકિટ સાથે જ વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે, બેગ સહિત ઇલેક્ટ્રોનિક સાધનો સાથે પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. તો વિદ્યાર્થીઓ, સુપરવાઈઝર કે શાળાનો સ્ટાફ પરીક્ષા કેન્દ્ર પર મોબાઈલ લઈ જઈ શકશે નહી. પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાના સમય કરતા 30 મિનીટ ત્યારબાદથી 20 મિનીટ પહેલા પરીક્ષાખંડમાં પ્રવેશ અપાશે. સાથે જ પરીક્ષા સેન્ટરની 100 મીટર આસપાસ ઝેરોક્ષની દુકાનો બંધ રાખવાની રહેશે, તેમજ લાઉડ સ્પીકર પણ વગાડી શકાશે નહીં. 

fallbacks

ધોરણ 10માં પ્રથમ દિવસે ભાષાનું પેપર લેવાશે. તો ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિકશાસ્ત્રનું પેપર છે. આજે ધોરણ 10 ના પ્રશ્નપત્રો 80 માર્કના રહેશે. ધોરણ 10 ની પરીક્ષાનો સમય સવારે 10 થી બપોરે 1.15 સુધીનો રહેશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ઉ.ઉ.બુનિયાદી પ્રવાહની પરીક્ષાનો સમય બપોરે 3 વાગ્યાથી 6.15 વાગ્યા સુધીનો રહેશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ભાગ એ અને બી 50 - 50 માર્કના રહેશે, સમય બપોરે 3 વાગ્યાથી 6.30 વાગ્યા સુધીનો રહેશે. વ્યવસાયલક્ષી પ્રવાહનો સમય બપોરે 3 વાગ્યાથી 6.15 વાગ્યા સુધીનો રહેશે. સંસ્કૃત પ્રથમા પરીક્ષાનો સમય સવારે 10 થી બપોરે 1.15 સુધીનો રહેશે. સંસ્કૃત મધ્યમા પરીક્ષાનો સમય બપોરે 3 વાગ્યાથી 6.15 વાગ્યા સુધીનો રહેશે. આજે ધોરણ 10ના વિદ્યાર્થીઓની પ્રથમ ભાષાની પરીક્ષા લેવાશે, જેમાં ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, મરાઠી, ઉર્દુ, સિંધી, તામિલ, તેલગુ, ઉડીયાનો સમાવેશ થાય છે. આજે ધોરણ 12 સામાન્ય અને ઉ.ઉ.બુ. પ્રવાહમાં સવારે અને બપોરે એમ બે ભાગમાં પરીક્ષા લેવાશે. સવારે 10.30 થી 1.45 દરમિયાન સહકાર પંચાયત જ્યારે બપોરે 3 થી 6.15 દરમિયાન નામાના મૂળતત્વોની પરીક્ષા લેવાશે. આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિકશાસ્ત્રની પરીક્ષા રહેશે. જે બપોરે 3 થી 6.30 દરમિયાન પરીક્ષા લેવાશે. સંસ્કૃત પ્રથમાના વિદ્યાર્થીઓની સાહિત્યમની પરીક્ષા સવારે 10 થી 1.15 દરમિયાન લેવાશે. સંસ્કૃત મધ્યમાના વિદ્યાર્થીઓની અનિવાર્ય વ્યાકરણમની પરીક્ષા બપોરે 3 થી 6.15 દરમિયાન યોજાશે.

રસ્તા ઉપર ઇકો કાર પાર્ક કરતા પહેલા સાવધાન, નહિ તો ગાયબ થઈ જશે ગાડીનો આ મહત્વનો પાર્ટ

આજથી રાજ્યભરમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ શરૂ થશે. જે 29 માર્ચના રોજ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા પૂર્ણ થશે. રાજ્યભરમાંથી કુલ 16.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10 બોર્ડમાં 9,56,753, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5,65,528, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,26,896, સંસ્કૃત પ્રથમાના 644, ઉ.ઉ. બુનિયાદી પ્રવાહના 4,305, વ્યવસાયલક્ષી પ્રવાહના 793 જ્યારે સંસ્કૃત મધ્યમાના 736 વિદ્યાર્થીઓ નોંધાયા છે. રાજ્યમાં 139 ઝોનમાં 1,623 કેન્દ્રો, 5,541 બિલ્ડિંગના કુલ 56,633 બ્લોકમાં પરીક્ષા યોજાશે. રાજ્યના કુલ 66 જેટલા સેંન્સિટિવ સેંટર પર પેરા મીલીટરી ફોર્સ તૈનાત રહેશે. ધોરણ 10ની 101 અને ધોરણ 12માં 56 વિદ્યાર્થીઓ 4 અલગ અલગ જેલમાંથી પરીક્ષા આપશે. 

Watch : કીર્તિદાન ગઢવીના ડાયરામાં થયો રૂપિયાનો વરસાદ, નોટોથી આખું સ્ટેજ ઢંકાઈ ગયું

આ વખતે પણ બોર્ડની પરીક્ષા માટે ખાસ નિયમો મૂકવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ, સુપરવાઈઝર કે શાળાનો સ્ટાફ પરીક્ષા કેન્દ્ર પર મોબાઈલ લઈ જઈ શકશે નહી. પરીક્ષા કેન્દ્રમાં હોલટિકિટ સાથે જ વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે, બેગ સહિત ઇલેક્ટ્રોનિક સાધનો સાથે પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. CCTV થી પરીક્ષા કેન્દ્રનું સતત મોનીટરીંગ કરાશે, જેના માટે વિશેષ કમિટીની રચના કરાઈ છે. બોર્ડની સ્ક્વોડ ટીમ સિવાય કલેકટર કચેરી દ્વારા પણ અધિકારીઓની નિમણૂક કરાઈ છે, જે પરીક્ષા સમયે ફરજ પર રહેશે. દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કેન્દ્રો પર વિશેષ વ્યવસ્થા કરાઈ છે.

સુરતનો આ Video તમને થથરાવી દેશે, બાળકને સાયકલ લઈને એકલો ન જવા દેતા

દિવ્યાંગ વિદ્યાર્થીઓને તેમનાથી એક ધોરણ નીચેનું પોતાની શાળાનો કે અન્ય શાળાનો વિદ્યાર્થી લહિયા તરીકે આપી શકાશે. વિદ્યાર્થીઓને પ્રથમ દિવસે પરીક્ષા સેન્ટર પર આવકારવા જુદા જુદા પદાધિકારીઓ, કલેક્ટર ઉપસ્થિત રહેશે. અમદાવાદ ગ્રામ્ય કે શહેરી વિસ્તારમાં એકપણ સંવેનશીલ કે અતિસંવેદનશીલ પરીક્ષા કેન્દ્ર નથી. પ્રશ્નપત્ર વર્ગખંડ સુધી પહોંચે, ત્યારબાદ વિદ્યાર્થી ગેરહાજર હોય તો તુરંત ગેરહાજર વિદ્યાર્થીના પ્રશ્નપત્ર સીલબંધ કવરમાં મુકવાનો આદેશ કરાયો છે. શિક્ષણ વિભાગ દ્વારા પોલીસ તેમજ આરોગ્યનો સ્ટાફ પણ ખડેપગે રહેશે, એસટી વિભાગ તેમજ વીજ કંપનીઓ સાથે પણ બેઠક કરાઈ છે. પરીક્ષા સેન્ટરની 100 મીટર આસપાસ ઝેરોક્ષની દુકાનો બંધ રાખવાની રહેશે તેમજ લાઉડ સ્પીકર પણ નહીં વગાડી શકાય. જે તે વિષયના વિષય શિક્ષકોને જે તે વિષયની પરીક્ષા વખતે સુપરવિઝનમાંથી મુક્ત રખાશે. માસ કોપી કેસના કિસ્સામાં શાળા અને જે તે કસુરવાર કર્મચારીને પણ સજા કરાશે. પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાના સમય કરતા 30 મિનીટ ત્યારબાદથી 20 મિનીટ પહેલા પરીક્ષાખંડમાં પ્રવેશ અપાશે. 

અંદર કી બાત : ભાજપ લોકસભામાં નવાજૂની કરવાના મૂડમાં, આ 22 સાંસદોના કપાઈ શકે છે પત્તા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More