Home> Gujarat
Advertisement
Prev
Next

જેલમાં જવું પડે તો જેલમાં ઉપવાસ કરીશ, કોઇના દબાણને વશ થઇ લડાઇ છોડીશ નહી: હાર્દિક

હાર્દિક પટેલે જણાવ્યું હતું હતું કે કોર્ટનો આદેશ શિરોમાન્ય રહેશે, જો જેલમાં જવું પડશે તો જેલમાં ઉપવાસ કરીશ. સ

જેલમાં જવું પડે તો જેલમાં ઉપવાસ કરીશ, કોઇના દબાણને વશ થઇ લડાઇ છોડીશ નહી: હાર્દિક

અમદાવાદ: પાટીદાર આંદોલન વખતે રામોલના કોર્પોરેટર પંકજ પટેલના ઘરે 20 માર્ચ 2017ના રોજ હાર્દિક પટેલ સહિતના લોકોએ તોડફોડ કરી હતી. આ મામલે કોર્ટે રામોલમાં ન જવાની શરતે જામીન આપ્યા હતા. ત્યારબાદ 3 જાન્યુઆરી-18ના હાર્દિક રામોલમાં ગયો હતો જેથી કોર્ટની શરત ભંગ થવાથી જામીન રદ્દ કરવા માંગ કરવામાં આવી હતી. જેને લઇને આજે કોર્ટમાં સુનાવણી હતી પરંતુ તાજેતરમાં મળતી માહિતી મુજબ આ ચૂકાદો અનામત રાખવામાં આવ્યો છે. જજ રજા પર હોવાથી આજ આજે ચૂકાદો આવશે નહી. આ અંગે સોમવારે ચૂકાદો આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

fallbacks

અત્રે ઉલ્લેખનીય છે આવતીકાલથી હાર્દિક પટેલ ઉપવાસ પર ઉતરવાનો છે ત્યારે જો તેની ધરપકડ કરવામાં આવશે તો હાર્દિક જેલમાં ઉપવાસ કરશે. હાર્દિક પટેલે જણાવ્યું હતું હતું કે કોર્ટનો આદેશ શિરોમાન્ય રહેશે, જો જેલમાં જવું પડશે તો જેલમાં ઉપવાસ કરીશ. સત્યના માર્ગે લડાઇ લડીશ. કોઇના દબાણને વશ થઇને લડાઇ છોડી દઇશ નહી. પાટીદાર લોકો ખેતી સાથે સંકળાયેલા છે જો સરકાર ખેડૂતોના દેવા માફ કરી દે તો વાંધો નથી. હું એકલો જ લડાઇ લડીશ ગાંધીજી પણ એકલા જ લડાઇ લડ્યા હતા. 

તો બીજી તરફ 25 ઓગસ્ટથી શરૂ થનારા હાર્દીકના ઉપવાસને લઇને રાજકારણ ગરમાયુ છે પોલીસ તંત્ર દ્વારા હાર્દીકેને 19 તારીખના રોજ પ્રતિક ઉપવાસની મંજુરી પણ આપવામાં આવી ન હતી અને તેની અટકાયત કરવામાં આવી હતી. જેને લઇને 21 તારીખના રોજ કોંગ્રેસના ધારાસભ્યો અને આગેવાનો મુખ્યમંત્રીને રજુઆત કરવા ગયા હતા પણ તે ન મળતાં નાયબ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી. ત્યારબાદ સાંજે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો અને આગેવાનોએ હાર્દીકના નિવાસ સ્થાને બેઠક કરી ઉપવાસની રણીનીતી નક્કી કરી હતી. 

આ અંગે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે વ્યક્તિ નહી પણ સમાજની લાગણીને વાચા આપવાનું કાર્ય થઇ રહ્યું છે. પાટીદાર સમાજ છેલ્લા ઘણા સમયથી પોતની માગણીઓ લઇને લડી રહ્યો છે. કોઇપણ સમાજ કે વ્યક્તિને પોતાની વાતને લઇને રજુઆત કરવાનો અધિકાર છે. આજે સરકાર દ્વારા હાર્દીકના ઉપવાસ આંદોલનને રોકવાનો પ્રયાસ થઇ રહ્યો છે જે અંગ્રેજોને શરમાવે તેવી સરમુખત્યાર શાહીના દર્શન કરાવે છે. કોંગ્રેસ લોકશાહીના રક્ષણમાં અને તેના મુલ્યોને વધારવા માટે સતત કાર્યરત છે અને આ કાર્યમાં અધિકાર મુજબ સ્વતંત્રતા મળે તે માટે સપોર્ટ કર્યો છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More