India vs Australia Ahmedabad Test : PM નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના PM અમદાવાદમાં છે. ત્યારે બંને પ્રધાનમંત્રી આજે ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ નિહાળશે. સવારે 8.30 કલાકે બંને નેતાઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચશે. PM મોદી, PM એન્થની અલ્બનીઝ 10 વાગ્યા સુધી મેચ નિહાળશે. આ ટેસ્ટ મેચમાં બંને પ્રધાનમંત્રી એકસાથે ટોસ પણ ઉછાળી શકે છે. 10.20 વાગ્યે પરત ગાંધીનગર રાજભવન પહોંચશે. રાજભવનથી સાંજે 4 વાગ્યે દિલ્લી જવા રવાના થશે. જોકે, તે પહેલા 10 વાગ્યે એન્થની અલ્બનીઝ દિલ્હી જવા રવાના થશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ એંથોની એલ્બનીઝ ગુજરાતમાં છે. ત્યારે બંને ભારત vs ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ચોથી ટેસ્ટ મેચ નિહાળશે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજથી ચોથી ટેસ્ટ શરૂ થશે. બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારત 2-1 થી આગળ છે. બંને રાષ્ટ્રના પીએમ ટોસ સમયે મેદાનમાં હાજર રહેશે. તેમજ મબને સાથે ક્રિરકેટ કોમેન્ટ્રી પણ કરતા જોવા મળશે. આ સમયે મોટી સંખ્યામાં સમર્થકો મેદાનમાં હાજર રહેશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના PM આજે ભારત-ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચ નિહાળશે #INDvsAUS #AUSvsIND #PMModi pic.twitter.com/1i8fi6uorD
— Zee 24 Kalak (@Zee24Kalak) March 9, 2023
બંને મહાનુભાવોની હાજરીના પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત લગાવી દેવાયો છે. ગેટ ૩ અને ગેટ ૪ પરથી વીવીઆઇપી મહેમાનોનું આગમન શરૂ થશે. થોડી વારમાં બંને દેશોની ટીમ મેદાન પર પહોંચશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે