Home> Gujarat
Advertisement
Prev
Next

આખરે નરેશ પટેલને લઈને આજે કોકડું ઉકેલાશે? જાણો નરેશ પટેલ કોંગ્રેસના કયા 4 MLA સાથે દિલ્લી પહોંચ્યા

ZEE 24 કલાક પર રાજનીતિના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી ભારે ચઢાવ ઉતાર વચ્ચે નરેશ પટેલ કઈ પાર્ટીમાં જોડાશે તે ફાઈનલ થઈ શકાયું નથી. ત્યારે હાલ નરેશ પટેલ દિલ્લી પહોંચ્યા છે. નરેશ પટેલ કોંગ્રેસના 4 ધારાસભ્યો સાથે દિલ્લી પહોંચ્યા હોવાની માહિતી મળી છે.

આખરે નરેશ પટેલને લઈને આજે કોકડું ઉકેલાશે? જાણો નરેશ પટેલ કોંગ્રેસના કયા 4 MLA સાથે દિલ્લી પહોંચ્યા

ઝી ન્યૂઝ/ગૌરવ દવે: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા નરેશ પટેલને લઈને હજુ ચિત્ર સ્પષ્ટ થઈ શક્યું નથી અને તેઓ કંઈ પાર્ટીમાં જોડાશે તેણે લઈને કોકડું હજું ગૂંચવાયેલું છે. તેમ છતાં ચર્ચાઓ ચાલી રહી છે કે નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાનો તખ્તો દિલ્હીમાં ગોઠવાઈ રહ્યો છે. આ ચર્ચાઓ વચ્ચે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દિલ્હી દરબારમાં પહોંચ્યા છે. જાણવા મળતી માહિતી પ્રમાણે ગુજરાત કોંગ્રેસના 4 ધારાસભ્યો સાથે નરેશ પટેલ દિલ્લીમાં પહોંચ્યા છે અને તેઓ દિલ્હીમાં હાઈકમાંડ અને રાજકીય અગ્રણીઓ સાથે બેઠક કરી શકે છે. 

fallbacks

ZEE 24 કલાક પર રાજનીતિના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી ભારે ચઢાવ ઉતાર વચ્ચે નરેશ પટેલ કઈ પાર્ટીમાં જોડાશે તે ફાઈનલ થઈ શકાયું નથી. ત્યારે હાલ નરેશ પટેલ દિલ્લી પહોંચ્યા છે. નરેશ પટેલ કોંગ્રેસના 4 ધારાસભ્યો સાથે દિલ્લી પહોંચ્યા હોવાની માહિતી મળી છે. જેમાં નરેશ પટેલ લલિત કગથરા, કિરીટ પટેલ, લલિત વસોયા, પ્રતાપ દુધાત સાથે દિલ્લી પહોંચ્યા હોવાની માહિતી સામે આવી છે. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પહેલા નરેશ પટેલ દિલ્લી પહોંચતા રાજકીય ગલિયારોમાં અલગ અલગ અટકળો ચાલી રહી છે. નરેશ પટેલ અને કોંગ્રેસના ચાર ધારાસભ્યો દિલ્લીમાં હાઈકમાંડ અને રાજકીય અગ્રણીઓ સાથે એક બેઠક કરી શકે છે. 

આખરે ગુજરાતે કરી દેખાડ્યું! સેકન્ડમાં દૂધમાં 8 પ્રકારની ભેળસેળ જાણવાની ટેક્નોલોજી વિકસાવી, સમગ્ર ભારતમાં એવોર્ડ મેળવ્યો

ખોડલધામના ચેરમેન નરેશ પટેલે અગાઉ 10 તારીખે રાજકીય પાર્ટીમાં જોડાશે કે નહીં તે અંગે પોતાના મત અંગે જાહેરાત કરવા માટે નિવેદન આપ્યું છે. નરેશ પટેલે ગઇકાલે (રવિવાર) કોંગ્રેસના એક પ્રદેશ નેતા સાથે બેઠક કરી હતી. તમને જણાવી દઈએ કે 10 મેના રોજ નરેશ પટેલે રાજકારણમાં એન્ટ્રી કરશે કે નહીં તેની જાહેરાત કરવાની વાત કરી હતી. હવે મોટી જાહેરાત પહેલાની દિલ્લી મુલાકાત પર સૌ કોઈની નજર મંડાયેલી છે. ઉલ્લેખનીય છે કે ગત મહિને પણ દિલ્હી દરબારમાં પહોંચીને નરેશ પટેલે કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે બેઠક કરી હતી.

ડુંગળી પકવતા ખેડૂતો માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત; 1 એપ્રિલ પહેલા ડુંગળી વેચી હશે તેમને ભયો ભયો!

મહત્વનું છે કે, ખોડલધામના ચેરમેન અને પાટીદાર અગ્રણી નરેશ પટેલ બે દિવસ પહેલા પણ દિલ્લીના પ્રવાસે જવાના હતા અને રાજકારણમાં એન્ટ્રીની વાતો વચ્ચે દિલ્લી પ્રવાસ પર સૌની નજર મંડરાયેલી હતી. પરંતુ અચાનક તેમનો કાર્યક્રમ બદલાયો હતો. રાજકારણ સાથે જોડાયેલા સૂત્રો નરેશ પટેલના દિલ્લી પ્રવાસમાં અનેક તર્ક-વિતર્ક જોઈ રહ્યા હતા. એટલું જ નહીં નરેશ પટેલ દિલ્લીમાં કોની-કોની સાથે મુલાકાત કરવાના હતા તે અંગે પણ જુદી જુદી અટકળો ચાલી રહી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More