Home> Gujarat
Advertisement
Prev
Next

આજની મોટી ખબર : અમદાવાદની 4 વસાહતોને મળશે કાયમી માલિકી હક, સરકારનો મોટો નિર્ણય

Gujarat Government Big Decision : અમદાવાદની ચાર રબારી વસાહતોને કાયમી માલિકી હક મળશે... ગુજરાત સરકારે 1100 માલધારી પરિવારના હિતમાં લીધો મોટો નિર્ણય 

આજની મોટી ખબર : અમદાવાદની 4 વસાહતોને મળશે કાયમી માલિકી હક, સરકારનો મોટો નિર્ણય

Ahmedabad News : અમદાવાદમાં પ્રોપર્ટી મિલકત હક મામલે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. અમદાવાદની ચાર રબારી વસાહતોને કાયમી માલિકી હક આપવામાં આવશે. 

fallbacks

અમદાવાદની રબારી વસાહતોને લઈ મહત્વનો નિર્ણય
ગુજરાત સરકારે આજે મંગળવારે એક અમદાવાદના કેટલાક નાગરિકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. સરકારે અમદાવાદની ચાર રબારી વસાહતો કાયમી માલિકી હક અપવાનો નિર્ણય કર્યો છે. રબારી વસાહતોના પ્લોટ બજાર ભાવના બદલે રાહત ભાવે અપાશે. રાજ્ય સરકાર કોર્પોરેશન સાથે મળી જમીન વેચાણથી આપશે.  

સરકારના સહકાર મંત્રી જગદીશ વિશ્વરકર્માએ જણાવ્યું કે, કોર્પોરેશન દ્વારા ઠરાવ કરી રાજ્ય સરકારને મોકલાયો હતો. જેમાં કોર્પોરેશનને ઠરાવ જંત્રીના 50 ટકા હતો. સરકારે માલધારી સમાજ માટે પ્રવર્તમાન જંત્રીના 15 ટકાના દરે પ્લોટ આપવામા આવશે. પરિપત્રની તારીખ ફાળવણીના હુકમથી 6 માસમાં લેવાના રહેશે. મૂળ ફાળવણીદાર સિવાયના લોકો જરૂરી પૂરાવા આપી ટ્રાન્સફર ફી ભરવાની રહેશે.  

અંબાલાલ પટેલની આ સીઝનની સૌથી ખતરનાક આગાહી, એપ્રિલમાં ભયંકર રીતે પલટાશે વાતાવરણ

  • બાકી લેણાની રકમ ભરવાની રહેશે 
  • નિયત દસ્તાવેજ કરવાના રહેશે 
  • આગામી 10 વર્ષ સુધી અન્ય કોઈને વેચાણ કરી શકાશે નહીં 
  • રીઝર્વ પ્લોટની જગ્યા ખુલ્લી કરવાની રહેશે 

આમ, અમદાવાદના 1100 માલધારી પરિવારોને પોતાનું ઘર અને માલિકીનો હક મળશે.  

સરકારના આ નિર્ણય અંગે પૂર્વ ડેપ્યુટી મેયર રમેશ દેસાઈએ જણાવ્યું કે, ગુજરાત સરકારના નિર્ણયનો આભાર માનું છું. વર્ષોથી માલધારી સમાજની માંગણી હતી. 60 વર્ષથી અમારી માંગ હતી કે માલિકી હક અપાય. સરકારે બહાલી આપી તેને લઈ આભાર માનું છું. આર્થિક રીતે નબળા વર્ગના લોકો છે સરકાર રાહતદરે કરી આપે તેવી માંગ હતી. 15 ટકા લેખે પ્લોટ આપવા બાબતે આભાર માનું છું. રખડતા ઢોરોનો 99 ટકા પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે.  

ગુજરાતમાં ઈલેક્ટ્રિક વાહન ખરીદનારાઓનો મોટો ફટકો, સરકારે બંધ કરી સબસીડી

 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More