Home> Gujarat
Advertisement
Prev
Next

આજનું શિક્ષણ એક ફેક્ટરી ચાલતી હોય તેવું છે, આજની શિક્ષા પદ્ધતિ આપણી નથી: આચાર્ય દેવવ્રત

IITE ના 11 માં સ્થાપના દિવસ (IITE Foundation Day) નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Acharya Devvrat), શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (Bhupendrasinh Chudasama) સહિતના મહાનુભવો હાજરી આપી હતી

આજનું શિક્ષણ એક ફેક્ટરી ચાલતી હોય તેવું છે, આજની શિક્ષા પદ્ધતિ આપણી નથી: આચાર્ય દેવવ્રત

હિતલ પારેખ/ ગાંધીનગર: IITE ના 11 માં સ્થાપના દિવસ (IITE Foundation Day) નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Acharya Devvrat), શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (Bhupendrasinh Chudasama) સહિતના મહાનુભવો હાજરી આપી હતી. ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થા ગુજરાત સ્થાપના દિવસની (Gujarat Foundation Day) ઉજવણી સ્વર્ણિમ સંકુલ 1 ના સાબરમતી હોલમાં યોજાયો હતો. જયાં ચાણક્ય એવોર્ડ (Chanakya Award) પણ એનાયત કરવામાં આવ્યા હતા.

fallbacks

ત્યારે આ કાર્યક્રમમાં રાજ્યપાલ (Governor) આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, આજનું શિક્ષણ ( Education) એક ફેક્ટરી ચાલતી હોય તેવું છે. આજની શિક્ષા પદ્ધતિ (Education System) અને વર્તમાન વ્યવસ્થા આપણી નથી. અત્યારની વ્યવસ્થા અંગ્રેજોની (British) આપેલી છે. આ પદ્ધતિમાં આપણે જે જોઇએ છે તે છે જ નહીં. આપણા ઋષી રીસર્ચ સ્કોલર હતા. પ્રાચીન કાળની શિક્ષા પદ્ધતિ ગુરૂકુળની હતી.

આ પણ વાંચો:- 13 વર્ષીય તરૂણનો પગ લપસતાં તળાવમાં ડૂબ્યો, પરિવારે ઘરનો 'ચિરાગ' ગુમાવ્યો

8 વર્ષના બાળકને ઘરે રાખવામાં આવતા ન હતા તેમના સર્વાંગી વિકાસ માટે ગુરૂકુળમાં મોકલવામાં આવતા હતા. આજે શિક્ષકનં મહત્વ છે. માતા પિતા તેમના સૌથી મહત્વના બાળકને શિક્ષકને સોંપે છે. પ્રાચીન ભારતમાં સૌથી ઉચું પદ આચાર્યનું હતું. સમાજવાદની આપણે વાતો કરીએ છીએ પણ ભાષણોથી સમાજવાદ ન આવે. સમાજવાદ માત્ર ગુરૂકુળમાં મળે.

આ પણ વાંચો:- સોશિયલ મીડિયા પર ફ્રેન્ડશિપ કેવી ઘાતક નીવડી શકે છે કે તે વલસાડની સગીરાને પૂછો...

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વધુમાં જણાવ્યું કે, કોરોના મહામારી વચ્ચે નકલી ઇન્જેક્શન, નકલી દવા અને ઓક્સિજનની ચોરી કોણ કરે છે. કોઈ મજૂર કે ખેડૂતે આ કાર્ય કર્યું નથી. ભણેલા ડોક્ટર, એન્જિનીયર અને ડીગ્રી ધારકોએ આ કામ કર્યું છે. અભણ નહીં પણ ભણેલા લોકો દૂરાચાર કરે છે. દેશની અસલી શિક્ષા નીતિ ચારિત્ર્ય નિર્વાણ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More