Amritsar-Jamnagar Expressway : રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) દ્વારા એક વિશેષ જાહેરાત કરવામાં આવી છે. ભારતમાલા પ્રોજ્ક્ટ અંતર્ગતના મહત્વપૂર્ણ એવા અમૃતસર-જામનગર એક્સપ્રેસવે (NH-754K) પર સાંચોર-સાંતલપુર સેક્શનના પેકેજ-4માં અત્યારે રિપેરિંગની મહત્વપૂર્ણ કામગીરી ચાલુ હોવાથી, અહીં 28.71 કિલોમીટરના સ્ટ્રેચમાં લાગતો ટોલ ટૂંકી મુદ્દત માટે માફ કરવામાં આવ્યો છે.
આજથી લાગુ
NHAIએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 15 જુલાઇ 2025 સવારે 8 વાગ્યાથી આ નિર્ણય લાગુ થઇ જશે. રિપેરિંગની નિર્ધારિત કામગીરી પૂર્ણ થયા સુધી 28.71 કિલોમીટરના સ્ટ્રેચનો ટોલ નાગરિકો માટે ફ્રી રહેશે.
ગુજરાતમાં વધુ એક બ્રિજ તૂટ્યો! જુનાગઢમાં કોઝવે તૂટતા હિટાચી મશીન સાથે લોકો નદીમાં પડ્યા
રાજસ્થાનના સાંચોરથી ગુજરાતના પાટણ જિલ્લાના સાંતલપુર સુધી 125 કિલોમીટરનો માર્ગ એક મહત્વપૂર્ણ ઇકોનોમિક કોરિડોર છે. ભારતમાલા પ્રોજેક્ટનો ઉદેશ દેશના ઉત્તર ક્ષેત્રના રાજ્યો-પ્રદેશોની પૂર્વ ક્ષેત્રના વિસ્તારો સાથે કનેક્ટીવીટી વધારવાનો છે. જામનગર, કંડલા અને મુન્દ્રા જેવા પોર્ટસ પરથી ઉત્તર ક્ષેત્રના રાજ્યો-પ્રદેશોને વિવિધ ઉત્પાદનોની આયાત-નિકાસની વૈશ્વિક સુવિધા પણ આ પ્રોજેક્ટથી આપવાનું વ્યૂહાત્ક આયોજન છે.
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ગુજરાતથી પંજાબ સુધીનો ભારતનો બીજો સૌથી લાંબો અમૃતસર-જામનગર એક્સપ્રેસવે બનાવી રહી છે. 1300 કિમી અંતર 13 કલાકમાં કાપી શકાશે. એક્સપ્રેસ વેના નિર્માણથી અમૃતસર અને જામનગર વચ્ચેનું અંતર ઘટીને માત્ર 1256 કિમી થઈ જશે, જે હાલમાં 1430 કિમી છે. આ સાથે 26 કલાકની મુસાફરી ઘટીને 13 કલાક થઈ જશે. અમૃતસરથી જામનગરનું અંતર 1516 કિલોમીટર છે. જેના પર મુસાફરી 26 કલાકમાં પૂર્ણ થાય છે. પરંતુ, આ એક્સપ્રેસવે બનવાથી 216 કિલોમીટરનું અંતર ઓછું થઈ જશે અને અમૃતસરથી જામનગરની મુસાફરી 13 કલાકમાં પૂર્ણ થઈ શકશે.
મોતનો લાઈવ વીડિયો! હિમાચલમાં પેરાગ્લાઈડિંગ અકસ્માતમાં અમદાવાદી યુવકનું મોત
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે