Home> Gujarat
Advertisement
Prev
Next

આવતીકાલે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ થશે જાહેર, જાણો વિગત

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જુલાઈ મહિનામાં વિજ્ઞાન પ્રવાહની લેવાયેલી પૂરક પરીક્ષાનું પરિણામ મંગળવારે સવારે જાહેર કરવામાં આવશે. 

 આવતીકાલે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ થશે જાહેર, જાણો વિગત

અતુલ તિવારી, અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જુલાઈ-2023માં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ 25 જુલાઈ, મંગળવાર સવારે 8 કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેનું પરિણામ ગુજરાત બોર્ડની વેબસાઇટ પર જોઈ શકશે. વિદ્યાર્થીઓએ પોતાનું પરિણામ જોવા માટે પોતાના સીટ નંબરનો ઉપયોગ કરવામાં આવશે. 

fallbacks

25 જુલાઈએ જાહેર થશે પરિણામ
આવતીકાલે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ થશે જાહેર. સવારે 8 વાગે પરિણામ જાહેર કરાશે. www.gseb.org પરથી વિદ્યાર્થીઓ પરિણામ જાણી શકાશે. બેઠક નંબરના માધ્યમથી 6357300971 વોટ્સએપ નંબરના માધ્યમથી પણ પરિણામ મેળવી શકાશે. માર્ચ મહિનામાં લેયાવેલી પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓએ જુલાઈમાં પૂરક પરીક્ષા આપી હતી. 

fallbacks

ગુજરાત શિક્ષણ બોર્ડે આપેલી માહિતી પ્રમાણે આવતીકાલે માત્ર ઓનલાઇન પરિણામ જાહેર થશે. જ્યારે વિદ્યાર્થીઓને ગુણપત્રક, પ્રમાણપત્ર અને એસઆર લેવા અંગે હવે પછી જાણકારી આપવામાં આવશે. વિદ્યાર્થીઓને તેની માર્કશીટ પોતાની શાળામાંથી મળશે. તો વિદ્યાર્થીઓ પરિણામ જોયા બાદ પુનઃચકાસણી માટે પણ અરજી કરી શકશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More