Gujarat Pape Leak : પેપરલીક થતાં ગુજરાતના વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો. રાજ્યભરના અનેક શહેરોમાં વિદ્યાર્થીઓએ સરકારની વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા તો. વિદ્યાર્થીઓએ ST બસના કાચ તોડ્યા. પેપરલીક થવાની ઘટના પછી ગુજરાતના દરેક સેન્ટર પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. તો એબીવીપી રસ્તા પર ઉતરી આવ્યું છે. એબીવીપીએ સરકારને અલ્ટીમેટમ આપી દીધું છે કે, તાત્કાલિક પરીક્ષાની તારીખ જાહેર કરે, નહિ તો આંદોલન કરાશે. આવામાં આ કાંડમાં અત્યાર સુધી કુલ 16 આરોપીઓની ધરપકડ થઈ છે. ગુજરાતના 5 આરોપીઓ અને બીજાં રાજ્યોના 11 આરોપીઓ પર ગાળિયો કસાયો છે. ત્યારે આ તમામ આરોપીઓની નામ અને તેમની કુંડળી સામે આવી ગઈ છે. જેમાં મોટાભાગના બિહારના આરોપી છે. તો પશ્ચિમ બંગાળ, ઓરિસ્સાના પણ આરોપીઓ છે.
જુનિયર ક્લાર્કનું પેપર લીક કરવામાં રાજ્ય બહારની ગેંગનો હાથ હોવાનું સામે આવ્યું છે. આરોપીઓને પકડી પણ લેવાયા છે. કેટલાક આરોપીઓ તો શિક્ષણ જગત સાથે સંકળાયેલા છે. જે પોતાનામાં ઘણા સવાલ ઉભા કરે છે. એટીએસનાં જાપ્તામાં રહેલા આ એ જ આરોપીઓ છે, જેમણે 9 લાખથી વધુ યુવાનોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. એટીએસે પેપર લીક કરવામાં સામેલ 16 આરોપીઓની ધરપકડ કરી છે. સમગ્ર પેપરલીક કાંડમાં ચાર જૂથ સક્રિય હોવાનું સામે આવ્યું છે. આરોપી કેતન અને ભાસ્કર નું એક ગ્રૂપ જે એજ્યુકેશન કન્સલ્ટન્ટનસી સાથે જોડાયેલા છે. ગુજરાતી આરોપીઓ તેમના ગ્રુપના છે. પ્રદીપ નાયકનું એક ઓડીસા વાળું ગ્રૂપ છે. બિહાર લાઇનમાં મોરારી પાસવાન નું એક ગ્રૂપ છે જેમાં ના સાતથી આઠ લોકો પકડાયા છે. જીત નાયકનું અન્ય ગ્રૂપ જે પ્રિન્ટિંગ પ્રેસ સાથે જોડાયેલુ છે. જીત નાયકની ધરપકડ સાથે 15 ની ધરપકડ થઈ છે.
અત્યાર સુધી પકડાયેલ આરોપીના નામ
16 લોકોની ધરપકડ
જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપર લીક મામલે ગુજરાત એટીએસએ 406, 420 409 અને 120 બી હેઠળ ગુનો નોંધ્યો છે. ગુજરાતના છ લોકો સહિત 15 શખ્સોની ધરપકડ કરાઈ છે. કુલ 16 આરોપી ધરપકડ કરી 15 અરોપી સોલા સિવિલ મેડિકલ માટે લાવવવામાં આવ્યા.
આજે રવિવારનો આખો દિવસ જુનિયર ક્લર્કનું પેપર ફૂટવા મામલે તપાસનો ધમધમાટ ચાલુ રહ્યો. ત્યારે ગુજરાત ATS તમામ આરોપીને અમદાવાદ લઈ આવી છે. પેપર લીકના આરોપીને સોલા સિવિલ લઈ જવાયા છે. તમામ આરોપીને મેડિકલ ટેસ્ટ માટે લઈ સિવિલ લઈ જવાયા છે. પેપર લીકમાં અત્યાર સુધીમાં 16 લોકોની ધરપકડ કરાઈ છે.
આ પણ વાંચો :
પેપરલીક કાંડ પર ABVP નું સરકારને અલ્ટીમેટમ, 24 કલાકમાં નવી તારીખ જાહેર નહિ તો...
પેપરલીક કાંડમાં મોટો ઘટસ્ટોફ : તિહાર જેલમાં રહી ચૂક્યો છે મુખ્ય આરોપી કેતન બારોટ
જુનિયર ક્લાર્ક ની પરીક્ષા નું પેપર લીક થયા બાદ પરીક્ષા રદ કરવા મામલે abvp ના કાર્યકરોમાં રોષ વ્યાપી નીકળ્યો છે. Abvp ના કાર્યકરો ગાંધીનગરમાં કર્મયોગી ભવન ખાતે પંચાયત સેવા પસંદગી બોર્ડની કચેરીએ પહોંચ્યા હતા. એબીવીપીએ 7 માંગણી ઓ સાથે સરકારને આપવા આવેદનપત્ર પત્ર તૈયાર કર્યું છે. ત્યારે કર્મયોગી ભવન ના ગેટ નંબર 1 પર જ તેમને પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા.
Abvp ની માંગણીઓ
24 કલાકમાં પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવે
20 દિવસમાં ફરી પરીક્ષા લેવામાં આવે.
જવાબદાર સામે રાજદ્રોહના ગુના હેઠળ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે.
Sit ની રચના કરવામાં આવે
ઉમેદવારોની રહેવા અને જમવાની અને મુસાફરીનો ખર્ચ સરકાર ઉઠાવે
24 કલાક માં પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા નિર્ણય નહિ લેવામાં નહિ આવે તો ફરી આવેદનપત્ર આપવામાં આવશે
આ પણ વાંચો :
સરકારને કોનો ડર : 100 દિવસમાં ફરી પરીક્ષા લેવાનું કહી અધિકારીઓ હાથ ખંખેરીને ઉભા થયા
આરોપી નરેશ મોહંતી 2 દિવસથી સંપર્કવિહોણો હતો
ZEE 24 કલાકની ટીમ પહોંચી પેપરલીક કાંડના આરોપી નરેશ મોહંતીના ઘરે પહોંચી હતી. નરેશ મોહંતી પેપર લીક કાંડનો આરોપી છે. પેપર લીક કાંડના તાર સુરત સુધી પહોંચ્યા છે. વડોદરાથી પકડાયેલો આરોપી નરેશ મોહંતી સુરનતા ઈચ્છાપોર વિસ્તારનો રહેવાસી છે. સુરતના ઈચ્છાપોરમાં આરોપી નરેશ મોહંતીનું ઘર છે. તેના પરિવાર પાસેથી જાણવા મળ્યું કે, નરેશ મોહંતી ૩ દિવસથી ઘરે નથી આવ્યો. ૨ દિવસથી પત્ની સાથે સંપર્કમાં હતો. ગઈ કાલ સાંજથી ફોન સ્વીચ થઈ ગયો હતો. નરેશ છેલ્લા એક દિવસથી પરિવારના સંપર્કથી દૂર હતો. નરેશ હજીરા વિસ્તારમાં એક ખાનગી કંપનીમાં કોન્ટ્રકટર તરીકે કામ કરે છે.
આ પણ વાંચો : કેમ હચમચી ગયા અદાણી સામ્રાજ્યના પાયા? આ મહાસંક્ટમાંથી કઈ રીતે ઉભરશે ગૌતમ અદાણી?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે