હિતલ પારેખ/ગાંધીનગર :વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રજોગ સંબોધનમાં લોકડાઉન ફરીથી વધારી દેવામાં આવ્યું છે. સંબોધન બાદ ગુજરાતમાં કોરોના (corona virus) ના નવા કેસનો આંકડો સામે આવ્યો છે. 14 એપ્રિલના લેટેસ્ટ અપડેટ મુજબ, આજે ગુજરાતમાં નવા 45 કેસ આવ્યા છે. જેમાં અમદાવાદમાં 31 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંકડો 617 પર પહોંચી ગયો છે. વડોદરામાં નવા 9 કેસ વધ્યા છે. તો ગાંધીનગર ભાવનગર અને દાહોદમાં નવા એક-એક કેસ વધ્યા છે. મહેસાણામાં નવા 2 કેસનો ઉમેરો થયો છે.
રાજ્યમાં કોરોના વાયરસના આંકડા પર નજર કરીએ તો, અત્યાર સુધી કુલ 26 લોકોના મોત નિપજ્યા છે. જેમાઁથી 55 જેટલા દર્દીઓ રિકવર થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1996 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 79 પોઝિટિવ અને 1917 નેગેટિવ ટેસ્ટ આવ્યા છે.
લોકડાઉન લંબાવાની જાહેરાત બાદ મુખ્યમંત્રીની બેઠક
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં મુખ્ય સચિવ અનિલ મુકીમ અને વરિષ્ઠ સચિવો સાથે ઉચ્ચસ્તરીય બેઠક તાત્કાલિક યોજી હતી. પ્રધાનમંત્રીએ 3 મે સુધી દેશવ્યાપી લોકડાઉન લંબાવવાની જે જાહેરાત કરી તેને પગલે ગુજરાતમાં પણ તેના ચુસ્ત અમલ માટે ચર્ચા વિચારણા કરાઈ. રાજ્યના વહીવટી તંત્રને તે સંબંધિત જરૂરી સૂચનાઓ અંગે પરામર્શ શરૂ કર્યો છે.
રાજયના તમામ હોસ્પિટલો અને તબીબો પાસેથી SARI ના કેસોની માહિતી તાત્કાલિક મળી રહે તે માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા Dr.TeCHO Application શરૂ કરવામાં આવી છે. જ અંતર્ગત ૩૦૩૯ જટેલા ખાનગી તબીબોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
રાજ્યમાં હાલની નોવેલ કોરોના વાયરસના સંક્રમણની પરસ્થિતિમાં જરૂરી તમામ દવાઓ, સાધન સામગ્રી, માનવબળ અને તમામ અન્ય કોઇપણ જરૂરી વસ્તુ, સેવાઓ તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરી શકાય તે હેતુથી રાજ્ય સરકારે ખાસ ખરીદ સમિતિ બનાવી છે.
ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે