Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદનો સતત ધમધમતો આ રોડ બે મહિના બંધ રહેશે, ભૂલથી પણ આ વિસ્તારમાં ન નીકળતા

Traffic Alert : 19 ફેબ્રુઆરીથી આ રસ્તો બંધ કરાયો છે, જે 18 એપ્રિલ સુધી બંધ રહેશે.... તેથી આ રસ્તા પરથી રોજ નીકળતા હોવ તો રસ્તો બદલી નાંખજો 
 

અમદાવાદનો સતત ધમધમતો આ રોડ બે મહિના બંધ રહેશે, ભૂલથી પણ આ વિસ્તારમાં ન નીકળતા

Ahmedabad Road Close : અમદાવાદ એટલે સતત દોડતુ શહેર. અહી એક રસ્તો પણ બંધ હોય તો ડખો થાય. એક રસ્તો બંધ હોય તો બીજા ચાર રસ્તા પર ટ્રાફિક જામ થઈ જાય છે. ત્યારે અમદાવાદનો ટ્રાફિકથી ધમધમતો એક રસ્તો બે મહિના માટે બંધ રહેવાનો છે. આ રસ્તા પર વિવિધ કામને કારણે આ રસ્તો બંધ રાખવામાં આવનાર છે. ત્યારે આ રસ્તો કયો છે તે જાણી લેજો, નહિ તો બાદમાં પસ્તાશો.

fallbacks

અમદાવાદ શહેરમાં હાલમાં જુદીજુદી જગ્યાઓ પર રિપેરિંગ તથા અન્ય રીતના કામો ચાલી રહ્યાં છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક રસ્તાને બે મહિના માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં લેવાયો છે. આ રોડ આલ્ફા વન મૉલની પાછળના 132 ફૂટ રિંગ રૉડ તરફ જતો રોડ છે. આ રોડ 19 ફેબ્રુઆરીથી બંધ કરાયો છે. જે હવે આગામી 18 એપ્રિલ સુધી બંધ રહેશે. 

હવે વખાણ ન કરતા! ગુજરાત પોલીસની આ કેસોએ આબરૂ કાઢી : પાવર અને પૈસાનો કર્યો ખેલ

શા માટે રસ્તો બંધ રહેશે
ઉત્તર- પશ્ચિમ ઝોનમાં બોડકદેવ વોર્ડમાં વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા આલ્ફા વન મોલથી GMCD ગ્રાઉન્ડ થઈ 132 ફુટના રિંગ તરફ સુધીનો રોડ 19 ફેબ્રુઆરીથી 18 એપ્રિલ એમ બે મહિના સુધી કામગીરીના કારણે બંધ રાખવાનો નિર્ણય મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. જોકે અનિવાર્ય સંજોગોને કારણે મુદત વિત્યા પછી પણ ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી ચાલી રાખવી પડે તેવા સંજોગોમાં આ રોડ વધુ સમય માટે બંધ રાખવામાં આવે તેવી શક્યતા છે. આલ્ફા વન મૉલની પાછળનો 132 ફૂટ રિંગ રોડ હાલમાં અવરજવર માટે બંધ રહેશે. અહીં પાણી અને ગટર  લાઈનની કામગીરીને કરવામા આવી રહી છે. 

ગુજરાતીઓને તો લોટરી લાગી, યુકે સરકારે ત્યાં સેટલ્ડ થવાની સોનેરી તક આપી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More