મૌલિક ધામેચા, અમદવાદ: અમદાવાદીઓ જો હવે ટ્રાફિકના નિયમ (Traffic Rules) નો ભંગ કરતા હોવતો ચેતી જજો, કારણ કે ટ્રાફિક પોલીસે (Police) ફરી એક વખત ઇ-મેમો (E-Memo) આપવાની શરૂઆત કરી દીધી છે. છેલ્લા એક મહિનાની વાત કરીએ તો એક મહિનામાં પોલીસે સ્ટોપ લાઈનભંગ કરતા 43 હજારથી વધુ લોકોને ઇ-મેમો ઇશ્યું કર્યા છે.
નવતર પ્રયોગ: ગ્રામજનોની તરસ છીપાવવા સરપંચે ખાટલામાં મશીન મૂકી પાણી ઉલેચ્યું
કોરોના (Coronavirus) ના કહેર દરમિયાન લોકો ટ્રાફિક નિયમન (Traffic Rules) ને લઈને જાણે કે બેદરકાર હોય તેવું લાગી રહ્યું છે. જો કે હવે આવા વાહન ચાલકો એ ચેતી જવાની જરૂર છે. જો તમે ટ્રાફિકના નિયમ (Traffic Rules) નો ભંગ કર્યો તો આપના ઘરે ઇ- મેમો (E Memo) આવી શકે છે. ટ્રાફિક વિભાગે ફરી થી લોકોને પડતા પર પાટુ આપ્યું હોય તેમ 2જી મે થી ૨૮ મી મે સુધીમાં 43681 વાહન ચાલકો ને 2 કરોડ 83 લાખ 99 હજારની રકમના ઇ-મેમો આપ્યા છે.
3 વર્ષ પહેલાં મૃત્યું પામેલા દાદા રસી લેવા પૃથ્વી પર પધાર્યા!!! મળી ગયું ઓનલાઇન સર્ટિફિકેટ
જો કે હાલમાં મોટાભાગે સ્ટોપ લાઈન ક્રોસ કરતા લોકોના જ મેમો ઈશ્યું થઈ રહ્યા છે. પરંતુ પોલીસે રોંગ સાઈડ આવતા 85 વાહન ચાલકો ને 43 હજારની રકમના ઇ-મેમો (E Memo) આપ્યા છે. હાલમાં અમદાવાદ (Ahmedabad) શહેરમાં કુલ 27 જંક્શન પર ઇ-મેમો ઈશ્યું કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
જો કે આ સિવાય પણ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક (Traffic) ના નિયમ નો ભંગ કરનાર પાસેથી સ્થળ દંડ પણ વસૂલવામાં આવી રહ્યો છે. અને આગામી દિવસો માં ટ્રાફિકના નિયમનું કડકપણે અમલ કરાવવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે