Home> Gujarat
Advertisement
Prev
Next

લગ્ન બહારના પ્રેમ સંબંધનો કરૂણ અંજામ, છોટાઉદેપુરમાં પતિ પોલીસે કરી પત્નીની હત્યા

છોટાઉદેપુરમાં પોલીસમાં ફરજ બજાવતા પોલીસ પતિએ તેની હત્નીની હત્યા કરી લાશ ફેંકી દીધી હતી. પ્રાથમિક વિગતમાં સામે આવ્યું કે પોલીસ પતિને અન્ય મહિલા સાથે પ્રેમ સંબંધ હતો, જેના કારણે પત્નીની હત્યા કરવામાં આવી છે. 

લગ્ન બહારના પ્રેમ સંબંધનો કરૂણ અંજામ, છોટાઉદેપુરમાં પતિ પોલીસે કરી પત્નીની હત્યા

છોટાઉદેપુરઃ છોડાઉદેપુરમાં 'પતિ-પત્ની ઓર વો'નો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં એક વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી છે. પોલીસ પતિ દ્વારા તેની હત્યા કરી લાશ ફેંકી દેવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગયો છે. પ્રેમીકાને પામવા માટે પત્ની કાંટો બનતા પતિએ તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. 

fallbacks

પ્રાપ્ત વિગત અનુસાર છોટાઉદેપુરના ગોંદરિયા ગામની સીમમાંથી એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી. આ મહિલાની ઓળખ માટે ફોટા વાયરલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સામે આવ્યું કે જે મહિલાની લાશ મળી તે પોલીસ સ્ટાફના હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા વરશનભાઈ ભૂરાભાઈ રાઠવાની પત્ની છે. પત્નીની લાશ મળ્યા બાદ પોલીસ પતિની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ આ સમગ્ર મામલે પતિની કરતૂતનો ભાંડો ભૂટી ગયો હતો. 

આ પણ વાંચોઃ હવે ગુજરાતમાં નકલી ઓપરેશનનું કૌભાંડ! પરિવાર નિયોજનના ઓપરેશનમાં પોલંપોલ

પોલીસે જ્યારે વરશનભાઈ રાઠવાની પૂછપરછ કરી ત્યારે ખબર પડી કે મૃતક કેડીબેનના ભાઈ વિરસિંહભાઈ રાઠવા સાથે જ્યારે ટેલીફોનીક વાત થઈ ત્યારે આરોપી પતિએ પત્નીની હત્યા કરવાની કબૂલાત કરી હતી. પોલીસે હાલ તો આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 

છોટાઉદેપુર જિલ્લામાં પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા વરશનભાઈ રાઠવાને લગ્ન બહાર એક મહિલા ટીઆરબી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ પ્રેમ સંબંધમાં પત્ની નડતર રૂપ બનતી હોવાને કારણે તેની હત્યા કરવાનું સામે આવ્યું છે. હાલ તો મૃતક કેડીબેનના પરિવારજનોએ આ પ્રેમ સંબંધને કારણે હત્યાનો આરોપ લગાવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More